________________
સાંખ્યદર્શન
૯૧ પુરુષબહુત્વ સાથે નથી કારણ કે એ શ્રુતિઓમાં આત્મજ્જનો પ્રયોગ જાતિના અર્થમાં કરવામાં આવેલો છે. ઐક્યપ્રતિપાદક શ્રુતિવચનોનું તાત્પર્ય જાતિ યા સામાન્યમાં છે અને નહિ કે અખંડ એક આત્મામાં. વેદાન્તસૂત્ર “સામાન્યાત તું પણ આ જ વસ્તુ જણાવે છે. જાતિપરકતાનો અર્થ છે વિજાતીયતા ન હોવી. પુરુષોના ચિન્મય રૂપમાં કોઈ વૈધર્મે નથી, પરંતુ સમાનતા છે. આ ઐક્યની ભાવનાથી સાધકનું અભિમાન ગળી જાય છે અને એનો મુક્તિમાર્ગ ટૂંકો ને સરળ થાય છે. શ્રુતિઓના આત્મક્ય પ્રતિપાદનનું આ જ પ્રયોજન છે.
માઠર જણાવે છે કે કેટલીક બાબતોમાં પુરુષનું વ્યક્તિ સાથે વૈસાદૃશ્ય છે જ્યારે અવ્યક્ત સાથે સાદૃશ્ય છે. આમાંની એક બાબત તે તેનું એકત્વ." આ બાબતમાં તે વ્યક્તથી વિસદુશ છે જ્યારે અવ્યક્ત સાથે તેનું સાદૃશ્ય છે. અર્થાત્ જે અર્થમાં વ્યક્ત અનેક છે તે અર્થમાં પુરુષ અનેક નથી અને પ્રકૃતિ જે અર્થમાં એક છે તે અર્થમાં તે એક છે. આનો સ્વાભાવિક અર્થ એ થશે કે જેમ વ્યક્તનો પ્રતિસર્ગ ભેદ થાય છે તેમ પુરુષનો પ્રતિસર્ગ ભેદ થતો નથી અને જેમ અવ્યક્તનો પ્રતિસર્ગ ભેદ થતો નથી તેમ પુરુષનોય પ્રતિસર્ગ ભેદ થતો નથી. અહીં એકત્વનો અર્થ છે પ્રતિસર્ગભેદભાવ વ્યક્તના અનેકત્વ સાથે પુરુષના એકત્વની બરાબર વિપરીતતા આ અર્થમાં જ ઘટે, બીજા કોઈ અર્થમાં નહિ. તેમ જ અવ્યક્તના એકત્વ સાથે પુરુષના એકત્વનું બરાબર સાદૃશ્ય આ અર્થમાં જ ઘટે, બીજા કોઈ અર્થમાં નહિ. આ વસ્તુ સ્પષ્ટ કરવામાં કે સમજવામાં ગૌડપાદ, માઠર, વાચસ્પતિ, વિલ્સન, કોલબૂક, એ. કે. મજુમદાર વગેરે બધા જ નિષ્ફળ ગયા છે. આમ પુરુષનું પ્રતિસર્ગભેદભાવરૂપ એકત્વ તેના બહત્વનું વિરોધી નથી એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. - સાંખનો પુરુષબહુત્વાદ ડૉ. સાતકડિ મુખર્જીને તર્કપૂત જણાતો નથી. તેઓ જણાવે છે કે પુરુષબહુત્વના વિષયમાં સાંખે આપેલી દલીલો પાંગળી છે. સાંખ્યદર્શનને મતે આત્મા કે પુરુષ જ્યારે અહંકારવિશિષ્ટ બને છે ત્યારે તેને “જીવ' નામે ઓળખવામાં આવે છે. સાંખ્યની દલીલો દેડકોશમાં બદ્ધ “જીવ’માં પ્રયોજવી જોઈએ અને નહિ કે સાંખ્યદર્શનમાં પ્રસિદ્ધ અપરિણામી આત્મા યા પુરુષમાં જન્મ, મૃત્યુ, નૈતિક યા - બુદ્ધિગત તારતમ્ય વગેરે પ્રકૃતિ અને તેના વિકારોમાં છે. નિત્ય શુદ્ધ આત્માની સાથે તેમનો કોઈ સંબંધ નથી. તેથી કોઈનું મૃત્યુ, કોઈનો જન્મ, કોઈનો અંધાપો, કોઈનું દેખતાપણું વગેરેથી પુરુષબહુત નિઃસંદિગ્ધભાવે પ્રમાણિત થતું નથી. મેકસમૂલર પણ પુરુષબહુતનો વિરોધ કરે છે. તેઓ જણાવે છે કે પુરુષનું વિભુત્વ સ્વીકારતાં તેનું બહુત્વ ઘટી શકે નહિ અને જો પુરુષનું બહુત્વ સ્વીકારો તો તેનું વિભુત્વ ઘટી શકે નહિ.' ડૉ. રાધાકૃષ્ણનું પણ સાંખના પુરુષબહુતને અસંગત ગણે છે. તેઓ કહે છે કે સાંખ્યમતે પુરુષ વિભુ અને ચેતન છે. એક પુરુષથી બીજા પુરુષનો કોઈ ભેદ જણાતો નથી. તેથી પુરુષબહુત સ્વીકારવામાં કોઈ તર્ક જણાતો નથી. વધારામાં તેઓ કહે છે કે સાંખ્યની પુરુષબહુત તરફી દલીલો દ્વારા તો પ્રકૃતિ સાથે સંબદ્ધ અહંકારવિશિષ્ટ