________________
ષદર્શન
કે એ ધર્મો તો બુદ્ધિના છે, પુરુષના નથી, અને બુદ્ધિઓ તો અનેક છે, એટલે પરસ્પર વિરોધી ધર્મો ભન્ન ભિન્ન બુદ્ધિઓમાં આશ્રયભેદે એક કાળે છે અને તે પરસ્પર વિરોધી ધર્મોનો તો પુરુષમાં આરોપ માત્ર છે તો એનો ઉત્તર એ છે કે જે સ્વભાવથી એક જ હોય તેમાં પરસ્પર વિરોધી ધર્મોનો આરોપ પણ ન જ સંભવે.૫૫ અહીં કોઈ શંકા ઉઠાવે કે આકાશ તો એક છે તેમ છતાં તેમાં ઘટસંયોગ અને ઘટવિયોગરૂપ વિરોધી ધર્મો એક કાળે સંભવે છે તો એક આત્મામાં કેમ ન સંભવે ? આનું સમાધાન એ છે કે આકાશમાં સંયોગ-વિયોગ રૂપ પરસ્પર વિરોધી ધર્મો સંભવે છે કારણ કે તે ધર્મો અધ્યાપ્રવૃત્તિ છે અર્થાતું આકાશને વ્યાપીને રહેનારા નથી જ્યારે બન્ધ-મોક્ષ વગેરે પરસ્પર વિરોધી ધર્મો આત્માને વ્યાપીને રહેનાર છે એટલે તે ધર્મો એક કાળે એક આત્મામાં ન સંભવે." (૪) જો ઉપાધિને કારણે જ પુરુષો અનેક હોય તો કૈવલ્યાવસ્થામાં પુરુષોનું બહુત્વ સંભવે જ નહિ કારણ કે ત્યારે તો ઉપાધિઓ હોતી જ નથી. પરંતુ યોગભાષ્યકાર સ્પષ્ટપણે જણાવે છે કે કૈવલ્ય પ્રાપ્ત કરનાર કેવલી આત્માઓ અનેક છે. આ દર્શાવે છે કે પુરુષબહત્વ ઔપાધિક નથી પણ સ્વાભાવિક છે. (૫) વળી, પ્રશ્ન ઊઠે છે કે એક આત્માની અનેક ઉપાધિઓ શા કારણે ? જ્યારે આત્માને અનેક માનવામાં આવે છે ત્યારે તો એમના પોતપોતાના વિવિધ કર્મ, સંસ્કાર, વાસના વગેરેને કારણે વિવિધ ઉપાધિઓનું હોવું સંભવે. પરંતુ એક આત્મા માનતાં અને એનાં કર્મ, સંસ્કાર, વાસના એકરૂપ હોતાં એની. વિવિધ ઉપાધિઓની કલ્પનાનો આધાર જ ક્યાં રહ્યો ? (૬) વધારામાં, એ પણ વિચારવું જોઈએ કે આત્મા તો ચેતનસ્વરૂપ મનાય છે, એ એક આત્માની વિવિધ ઉપાધિઓ ચેતન છે કે અચેતન ? જો ચેતન હોય તો એ બધી આત્મસ્વરૂપ જ હોવી જોઈએ, તો પછી આત્માનું એકત્વ ક્યાં રહ્યું? જો એમને અચેતન માનવામાં આવે તો અચેતનમાં જેટલાં કાર્યો જણાય છે તે બધાં ચેતનની પ્રેરણા વિના થતાં ન હોઈ એક આત્મા અનન્ત ઉપાધિઓમાં એક જ ક્ષણમાં આટલી બધી પરસ્પર વિરુદ્ધ પ્રવૃત્તિઓનો પ્રેરક માનવો પડે. પરંતુ આ વિચિત્ર લાગે છે. સાથે સાથે એક પુરુષમાં એક ક્ષણમાં અનન્ત વિભિન્ન વિવિધ ભાગોની કલ્પના પણ અસંગત લાગે છે. ભોક્તા પુરુષ છે, બુદ્ધિ નહિ; ભોગ પુરુષનિષ્ઠ છે, બુદ્ધિનિષ્ઠ નથી - આ વસ્તુનો
ખ્યાલ રહે. વૃત્તિભાન પુરુષને છે, બુદ્ધિને નહિ. એટલે અપવર્ગ પણ પુરુષને છે, બુદ્ધિને નહિ. અનાદિ કાળથી ચાલતા સંસારમાં એક આત્માએ તો અપવર્ગ પ્રાપ્ત કર્યો જ હશે. જે વખતે તે મુક્ત થયો એ સમયે જ સંસાર સમાપ્ત થઈ જવો જોઈતો હતો કારણ કે પ્રતિપક્ષીને મતે આત્મા તો એક જ છે. આત્માને એક માનતાં તો સંસારનો ઉચ્છેદ જ થઈ જાય. આત્માને અનેક માનતાં અનાદિ કાળથી ચાલતા સંસારના ઉચ્છેદનો કદી પ્રસંગ આવતો નથી, કારણ કે આત્મા સંખ્યામાં અનન્ત છે. આમ સાંખ્ય આત્માને અનેક જ નહિ બલકે અનન્ત સ્વીકારે છે.
જો પુરુષો અનેક હોય તો “મેવદ્વિતીયમ જેવી કૃતિઓ ખોટી ઠરે. આનું સમાધાન એ છે કે આત્મા એક છે એવું પ્રતિપાદન કરતી શ્રુતિ-સ્મૃતિઓનો વિરોધ