________________
ॐ श्री પૂજ્ય શ્રી લાધાજી સ્વામી સદ્દગુરવે નમઃ
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પ્રસ્તાવના
શ્રી શ્રમણ ભગવંત મહાવીર સ્વામીના પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામી પિતાના વડા શિષ્ય શ્રી જંબૂ સ્વામીને કહે છે કે, હે જંબૂ! હવે હું “શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર” સંભળાવું છું. જીવરૂપ તળાવમાં કર્મરૂપ પાણી આવવવાને આસવરૂપ માર્ગ અને તે આસવને બંધ કરનાર સંવરરૂપ જે પ્રતિબંધ અથવા દિવાલ છે તે આ સૂત્રમાં કહેલ છે. આ તાવને-સત્યાસત્યને નિર્ણય કરવા માટે હું આ શાસ્ત્ર સંભળાવું છું. આવું આ શાસ્ત્ર શ્રી તીર્થંકરદેવે પોતાના અપૂર્વ જ્ઞાનથી જાણીને કથેલ છે.