________________
મૃષાવાદ
૨ક, અન્યાયકારક, ઉદ્વેગકારક, જીવરક્ષાની અપેક્ષારહિત, ધર્મરહિત, સ્નેહરહિત, કરૂણારહિત, જલ્દીથી નરકમાં લઈ જનાર, મેહના મહાભયને પ્રવર્તનકાર અને મરણથી દીનતા લાવનાર છે.
અધ્યયન ૨ જું
મૃષાવાદ જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે હવે આસવ દ્વારનું બીજું અધ્યયન મૃષાવાદ વિષે સંભળાવું છું. આ અધ્યયનનાં પાંચ દ્વાર છે. મૃષાવાદનું સ્વરૂપ.
મૃષાવાદ ગુણગૌરવ રહિત છે, ચપળ પુરૂષ બોલે છે, ભયકારક છે, દુઃખકારક છે, અપયશકારક છે, વૈરકારક છે, ચિત્તને ઉદ્વેગ-મનને સંતેષ-રાગ-દ્વેષ એવાં લક્ષણવાળો મનકલેશ ઉપજાવે છે, શુભ ફળથી રહિત માયા અને અવિશ્વાસને અત્યંત વ્યાપાર છે, નીચ જનેથી સેવાય છે, સૂગરહિત છે, વિશ્વાસ વિનાશક છે, સારા સાધુએ નિંદવાલાયક છે, પરપીડાકારક છે, ઉત્કૃષ્ટ કૃષ્ણ લેશ્યાથી યુક્ત છે, દુર્ગતિમાં લઈ જનાર છે, સંસાર વધારનાર છે, વારંવાર જન્મ કરાવનાર છે, ઘણા કાળથી પરિચીત છે, ઘણા કાળથી સાથે ચાલ્યું આવે છે, અને અંતે દુખ ઉપજાવનાર છે.