________________
૪૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
આકુળ-વ્યાકુળ થએલું વહાણ ડેલે છે તથા તેમાંના મુસાફરે (વહાણમાં પાણી દાખલ થઈ જવાના ભયથી) કકળાટ કરે છે. પાતાળકલશમાં રહેલા વિપુલ વાયુના વેગથી ઉછળતા સમુદ્રનાં પાણીના કણથી અંધકાર છવાઈ ગયે છે. વાયુએ કરી વિક્ષુબ્ધ થએલા પાણી સાથે અત્યંત ઉજળાં શિણ ઉડવાને લીધે સમુદ્રના અટ્ટ હાસ્યને ભાસ થાય છે. પાણીનાં મે જો ત્વરિત ગતિએ સર્વ દિશાએથી આવીને વાયુથી ક્ષુબ્ધ થતા કાંઠાની સાથે અથડાય છે. ક્ષુબ્ધ થએલ જળસમૂહ આગળ વહે છે અને કાંઠા પર અથડાતાં પાછા પોતાને સ્થાનકે વળે છે. ગંગાદિ મહાનદીના વેગવાળા પાણીના પ્રવાહથી જે ભરાય છે, જે અત્યંત ગંભીર હાઈ ઉંડાણ જાણી શકાતું નથી, જેમાં પાણીના મેટા વમળ પડે છે, ઉંડા પેસે છે, ઉંચા ઉછળે છે અને નીચે પડે છે, જે એટલી ઉતાવળી ગતિએ જાય છે કે અતિ કઠોર સ્પર્શથી અથડાઈ એ પ્રચંડ વ્યાકુળ થએલા પાણીના ભાગ થઈ જાય છેઃ તેવા તરંગ અને કલેલથી વ્યાપ્ત સમુદ્રમાં મોટા મગરમચ્છ, કાચબા, મહારગ (મચ્છની જાત), સુસુમાર, હિંસક જળચર પ્રાણી ઈત્યાદિ માંહોમાંહે પ્રહાર કરવાને ધસે છે અને તેવા અસંખ્ય ભયંકર જળચરે પાણીના સમૂહમાં કાયર જનેના હૃદયને કંપાવે છે, ભયંકર શબ્દ કરીને ઘણે ભય ઉપજાવે છે. ઉપદ્રવના ઠામરૂપ, ત્રાસ ઉપજાવનાર, આકાશની પેઠે પાર ન પમાય તે, આલંબનરહિત, ઉત્પાતથી ઉત્પન્ન થએલા પવનના યોગથી અત્યંત વેગવાળાં તથા ઉપરાઉપરી ઉછળતાં તરંગોથી યુક્ત, ગર્વચુત, અતિ વેંગ