________________
જ
શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર એના ગુણકર્મથી તે યુક્ત છે, એવા અધ ભરતના સ્વામી પૈર્યવંત, કીર્તિવંત પુરૂષ છે. અછિન્ન બળશાળી છે, અતિ બલવંત છે, કોઈથી હણાય નહિ તેવા છે, અપરાજિત છે, શત્રુનું મર્દન કરનાર છે, હજાર વૈરીના માનનું મથન કરનાર છે, અનુકંપ સહિત છે, મત્સરરહિત છે, ચપળતારહિત છે, અચંડ-રદ્રતાથી રહિત છે, મૃદુમંજુલ સ્વરે બેલનારા છે, હસમુખા છે, ગંભીર-મધુર વચન ઉચ્ચારનારા છે, જે આવે તેની પ્રત્યે વાત્સલ્યભાવ ધરનારા છે, શરણે આવેલાને રાખનારા છે, સામુદ્રિક લક્ષણવ્યંજનાદિ ગુણથી સહિત છે, માનેન્માન પ્રમાણ એટલે ૧૦૮ આંગળના પ્રમાણે કરીને પરિપૂર્ણ એવા સર્જાય સુંદર દેહ છે, ચંદ્રની પેઠે સૌમ્ય આકાર છે, કમનીયમને હર છે, પ્રિયંકર દર્શન છે, કાર્યને વિષે આળસરહિતઉદ્યમી છે, દુઃસાધ્યના સાધક છે, આજ્ઞા પ્રમાણે સૈન્યાદિને પ્રવર્તાવનાર છે, ગંભીર દર્શનવાળા છે, તાલવૃક્ષના ચિત્ર નથી અંકિત વિજા (બળદેવની) અને ગરૂડ પક્ષીના ચિહુનથી અંકિત વિજા (વાસુદેવની) ને ફરકાવનારા છે, અતિબળવંત છે, (અમારા જે કેણ છે? એમ) ગર્જના કરનારા છે, અતિદ–અભિમાનવાળા છે, મૌષ્ટિક મલને ચૂર્ણ કરનાર (બળદેવ) છે, ચાણુર મલને ચૂર્ણ કરનાર (વાસુદેવ) છે, રિષ્ટ વૃષભના ઘાતક છે, કેસરી સિંહના (અથવા કંસના દુષ્ટ ઘેડાના) મુખને વિદારનારા છે, અતિ દવાન નાગ (જમના નદીમાં રહેતા કાલીય નાગ)ના દપનું મથન કરનારા છે, અમલ અને અર્જુન નામના વૃક્ષને