________________
૧૧૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
વયમાં) વિશુદ્ધ રીતે પાળી પિતાનું કલ્યાણ કર્યું છે, ભવ્ય જનેએ શંકારહિત રીતે પાળ્યું છે, બ્રહ્મચર્ય ભયરહિત છે, તુશરહિત (કણસલાથી છૂટા પડેલા દાણુ પેઠે વિશુદ્ધ) છે, ખેદના કારણરહિત છે, (પાપની) ચિકાસથી રહિત છે, વૃત્તિ (સ્વસ્થતા-સમાધિ) ના ગૃહરૂપ છે, અવશ્ય પ્રકંપરહિત (કેઈ ડેલાવી ન શકે તેવું) છે, તપ-સંયચમના મૂળ દળરૂપ-થડાબંધ સરખું છે, પાંચે મહાવતમાં સુઠ્ઠ પ્રકારે (અત્યંત) રક્ષાયેલું છે, સમિતિ-ગુપ્તિથી યુક્ત છે, ઉત્તમ ધ્યાનના રક્ષણાર્થે રચેલા કમાડ રૂ૫ છે, શુભ ધ્યાનના (રક્ષણથે) દીધેલી ભેગળ રૂપ છે, દુર્મતિના માર્ગને નિરૂદ્ધ તથા આચ્છાદિત કરનાર બખ્તર રૂપ છે, સુગતિના માર્ગને દર્શાવનાર છે તથા લેકમાં ઉત્તમ છે. આ વ્રત પદ્મસરેવર અને તળાવની પાળ સરખું છે, મોટા ગાડાના આરાની નાભી રૂપ છે (ક્ષાન્તિ આદિ ગુણોના આધાર રૂપ છે), અત્યંત વિસ્તૃત વૃક્ષના થડ રૂપ છે, મેટા નગરના ગઢના કમાડની અર્ગલા રૂપ છે, રજજુ–દેરડાથી બાંધેલા ઇંદ્રધ્વજના સ્થંભ જેવું નિર્મળ છે, અને અનેક ગુણે કરી સહિત છે.
હવે બ્રહ્મચર્ય વ્રત કેવે પ્રકારે ભાગે છે તે કહે છે. જેમ ઘડે પડે અને તેના કકડા થઈ જાય તેમ) બ્રહ્મચર્ય સાહસા સર્વથા ભગ્ન થઈ જાય છે, (દહીં વલોવાય તે રીતે) મદિંત થાય છે, (ચૂણની પેઠે) ચૂણિત-ઝીણા ઝીણું કણરૂપ બની જાય છે, (શરીરમાં કારમું શલ્ય પેસી જાય તેમ) શલ્યયુક્ત બની જાય છે, (પર્વતના શિખર