________________
બ્રહ્મચર્ય
૧૨૧
વિરમણને અર્થે શ્રી ભગવાને સકળ જીને હિતકારી, પરભવને વિષે હિતકારી, આગામી કાલે કલ્યાણકારક, નિર્દોષ, ન્યાયયુક્ત, અકુટિલ, સર્વોત્તમ, સર્વ દુઃખ-પાપનું ઉપશમન કરનાર એવું પ્રવચન કરેલું છે. તે ચેથા વતની પાંચ ભાવનાઓ નીચે પ્રમાણે છે.
અબ્રહ્મચર્યના વિરમણને અર્થે અને બ્રહ્મચર્યના રક્ષણને અર્થે પહેલી ભાવના સ્ત્રીથી સંસક્ત આશ્રય વર્જવા વિષે છે. શય્યા, આસન, ગૃહ, દ્વાર, આંગણું, અગાશી, શેખ, ભંડશાળા (અનેક પ્રકારની સામગ્રી રાખવાનું સ્થાન), અભિકન સ્થાન (અતિ ઉંચું સ્થાન-જ્યાંથી બધું દેખાય), પાછલું ઘર, શણગાર કરવાનું સ્થાન, સ્નાતિકા (નાન કરવાનું ખુલ્યું સ્થાન), જે સ્થાનમાં વેશ્યાઓ રહેતી હોય તે, તથા જે સ્થાને વારંવાર અજ્ઞાનપણે (મેહદેષે કરીને) રતિરાગ વધારનારી સ્ત્રીઓ ઉભી રહેતી હોય તે સ્થાન, તથા
જ્યાં બહુવિધ (શૃંગારાદિકની) કથાઓ કહેવાતી હોય, એ બધાં સ્થાન વજે વાગ્યા છે. સ્ત્રીના સંસર્ગવાળાં સ્થાને કલેશને કરાવનારાં છે. એ અને એ પ્રકારનાં બીજા સ્થાને પણ વજેવાગ્યા છે. જ્યાં રહેતાં મને વિભ્રમ ઉપજે, (બ્રહ્મચર્ય વ્રતને) ભંગ થાય, બ્રશન ( અલ્પ વતભંગ) થાય, જ્યાં આ (ઈષ્ટ વિષય સંગના અભિલાષ રૂ૫) અને રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય, તે તે સ્થાન વજેવાગ્ય છે. પાપભીરૂ (પાપથી હીનારા)એ એવાં સ્થાન આશ્રય કરવાગ્ય નથી. જે સ્થાને વસતાં ઇન્દ્રિયોને રાગ દીતિમાન થાય નહિ તે સ્થાને વસવા ચોગ્ય છે. એ પ્રકારે સ્ત્રી