________________
-
અપરિગ્રહ
૧૨૯
તે પ્રતિમધારી શ્રાવક કહેવાય. એકથી ૧૧ પ્રતિમામાં પ્રત્યેક પ્રતિમાએ એક-એક માસ ચડતાં એકંદરે સાડા પાંચ વર્ષ થાય. ]
(૧૨) બાર પ્રકારની ભિક્ષુની પ્રતિમા. . [૧ પહેલી પ્રતિમા ૧ માસની તેમાં એક દાતિ* આહારની અને એક દાતિ પાણીની લેવી ક. ૨ બીજી પ્રતિમા એક માસની તેમાં બે દાતિ આહાર અને બે દાતિ પાણીની કલ્પ. ૩ ત્રીજી પ્રતિમા એક માસની તેમાં ત્રણ દાતિ આહાર અને ત્રણ દાતિ પાણીની કલ્પ. ૪ ચેથી પ્રતિમા એક માસની તેમાં ચાર દાતિ આહાર અને ચાર દાતિ પાણીની કલ્પ. ૫ પાંચમી પ્રતિમા એક માસની તેમાં પાંચ દાતિ આહાર અને પાંચ દાતિ પાણીની કલ્પે. ૬ છઠી પ્રતિમા એક માસની તેમાં છ દાતિ આહાર અને છ દાતિ પાણીની કલ્પ. ૭ સાતમી પ્રતિમા એક માસની તેમાં સાત દાતિ આહાર અને સાત દાતિ પાણની કલ્પે. ૮ આઠમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તેમાં પાણી વિના એકાંતર ઉપવાસ કરે અને ગામ બહાર જઈ ત્રણ આસને કરેઃ ચત્તા સૂએ, પાસું વાળી સૂએ અને પલાંઠી વાળી સૂએ. પરિષહથી ડરે નહિ. ૯ નવમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તે ઉપર પ્રમાણે કરે અને દંડ-લગડ-ઉત્કટ એ ત્રણમાંથી એક આસન કરે. ૧૦ દસમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તે ઉપર પ્રમાણે કરે અને ગોદૂહ, વીર તથા અદ્ભુખુજ એમાંથી એક આસન કરે. ૧૧ અગીઆરમી પ્રતિમા એક અહોરાત્રિની, તેમાં પાણું વિના છઠ (બે ઉપવાસ) કરે, ગામ બહાર બે પગ સંકેચી હાથ લાંબો કરી કાયોત્સર્ગ કરે. ૧૨ બારમી પ્રતિમા એક
દાતિ એટલે આહાર એકી સાથે એક વખતે જેટલે વહેરાવે તેટલો અને પાણીની ધાર તૂટે ત્યાંસુધીની એક દાતિ પાણીની સમજવી. એ એક-એક દાતિ થઈ.