________________
અપરિગ્રહ
૧૩૭
૧૧ વડા સાથે વિહારભૂમિ જઈ આવી ઇર્યાપથિકા પહેલાં પ્રતિક્રમે, ૧૨ કોઈ પુરૂષ આવે તેને વડાની પહેલાં પોતે બોલાવે, ૧૩ સત્રે વડા બોલાવે કે કણ નિદ્રામાં છે ને કોણ જાગૃત છે, ત્યારે જાગતા છતાં ઉત્તર ન આપે. ૧૪ આહાર વહોરી લાવીને પહેલાં બીજા શિષ્યાદિની આગળ કહે અને પછી વડાને કહે, ૧૫ આહારાદિ પહેલાં બીજા શિષ્યાદિને બતાવે અને પછી વડાને બતાવે, ૧૬ આહાર માટે પહેલાં અન્ય શિષ્યને આમંત્ર અને પછી વડાને આમંત્રે, ૧૭ આહાર વહોરી લાવી વડાને કે વૃદ્ધ સાધુને પૂછ્યા વિના પિતાના પ્રિય બીજા સાધુઓને વહેંચી આપે, ૧૮ વડા સાથે જમતાં સારું શાક વગેરે ઉતાવળે જમે, ૧૯ વડાએ બોલાવ્યા છતાં મૌન રહે, ૨૦ વડાએ બોલાવતાં છતાં આસને રહી હા કહે, કામ બતાવશે એવા ભયથી વડા પાસે ન જાય, ૨૧ વડાએ બોલાવતાં મોટા સાદે-અવિનયથી જવાબ આપે, ૨૨ વડા કહે કે આ કાર્ય તમે કરો તમને લાભ થશે, ત્યારે શિષ્ય વડા પ્રત્યે કહે કે તે તમે જ કરે–તમને લાભ થશે, ૨૩ વડા પ્રત્યે કઠોર-કર્કશ ભાષા વાપરે, ૨૪ વડા જેવા શબ્દો વાપરે તેવા જ શબ્દો શિષ્ય વડા પ્રત્યે વાપરે, ૨૫ વડા વ્યાખ્યાન આપતા હોય, ત્યારે સભામાં જઈ બોલે કે તમે કહે છે તે ક્યાં છે? બતાવો ! ૨૬ વડા વ્યાખ્યાન આપે ત્યારે શિષ્ય વડાને કહે કે તમે ભૂલી ગયા છે, ૨૭ વડા વ્યાખ્યાન આપતા હોય ત્યારે શિષ્ય પિતે સારું ન જાણું ખુશ ન રહે, ૨૮ વડાના વ્યાખ્યાન વખતે સભામાં ભંગ પડે તેમ અવાજ કરે બોલી ઉઠે, ૨૯ વડાના વ્યાખ્યાનમાં શ્રોતાઓને નાખુશ કરે, ૩૦ વડાનું વ્યાખ્યાન પૂરૂં થયાં પહેલાં શિષ્ય વ્યાખ્યાન શરૂ કરે, ૩૧ વડાની શયાને પગે ઘસે, હાથે અફાળે, ૩૨ વડાની શયા ઉપર ઊભો રહે, બેસે, સૂએ, ૩૩ વડાથી ઉચ્ચ આસને કે બરાબર આસને બેસે, ઉભે રહે કે સુએ; એ ૩૩ પ્રકારે આશાતના થાય તેમ જાણવું.]