Book Title: Prashna Vyakaran Sutra
Author(s): Chotalal Muni
Publisher: Laghaji Swami Pustakalay

View full book text
Previous | Next

Page 166
________________ અપરિગ્રહ સ્પંદન ઈત્યાદિનાં રૂપ, સૌમ્ય, મનગમતાં, જોવાયેાગ્ય, અલંકારથી વિભૂષિત, પુષ્કૃત તપને પ્રભાવે સૌભાગ્યથી સપન્ન એવાં નર–નારીના સમૂહનાં રૂપ; નટ, નર્તક, અજાણીયા, મલ, મુષ્ટિમલ, (ભાંડ) વિદૂષક, કથાકાર, જળમાં કૂદી ખેલનાર, રાસ રમનાર, આખ્યાનકાર, લેખ, મખ, તૂણુ ખજાવનાર, તુંબડાની વીણા વગાડનાર, તાલાટા વગાડનાર ઇત્યાદિની બહુ પ્રકારની રૂડી ક્રિયાઓ અને બીજી પણ. એ પ્રકારની ક્રિયાઓનાં મનાજ્ઞ તથા સુંદર રૂપને વિષે સાધુએ સંગ કરવા નહિ, રાગ કરવા નહિ, ગૃદ્ધ થવું નહિ, માહ કરવા નહિ, તેને અર્થે આત્માના ઘાત કરવા નહિ, àાભાવું નહિ, તુષ્ટ થવું નહિ, હસવું નહિ, સ્મરણ કરવું નહિ અને તેને વિષે મતિ કરવી નહિ. વળી સાધુએ ચક્ષુએ કરીનેઅમનાર તથા પાપના હેતુરૂપ રૂપા જેવાં કે ક'ઠમાળના રાગી, કાઢના રાગી, લૂલા-ઢુંઢા માણસ, જાદરવાળા, કઠીન પગવાળા માણસ, શ્લીપદ, કુબડા, પાંગળા, વેંતીયા, આંધળા, કાણા, જન્માંધ, લાકડીને ટેકે ચાલનારા, પિશાચગ્રસ્ત (ગાંડા), વ્યાધિ-રાગથી પીડિત, વિકૃતિ પામેલાં કલેવરો, જીવડાંવાળા કાડેલા પદાર્થાંના ઢગલા, એવાં અને એ પ્રકારનાં બીજાં અમનેાજ્ઞ તથા પાપના હેતુરૂપ રૂપે! જોઇને સાધુએ રાષ-હેલા-નિ’દા-વકતા-છેદન-ભેદન જુગુપ્સા ઇત્યાદિસ્વપરના આત્મા અર્થે કરવાં નહિ. એ પ્રમાણે ચક્ષુ ઇંદ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેના અંતરાત્મા મનાજ્ઞઅમનાજ્ઞ અને શુભ-અશુભ (રૂપે) પ્રત્યે રાગદ્વેષને સંવર ૧૪૯ -

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180