Book Title: Prashna Vyakaran Sutra
Author(s): Chotalal Muni
Publisher: Laghaji Swami Pustakalay
View full book text
________________
અપરિગ્રહ
૧૪૭
મેખલા, કલાપક (ગળાનું ઘરેણું), પ્રતરક (આભરણ વિશેષ), પહેરક (એક જાતનું આભરણ), પગનાં ઝાંઝર, ઘંટધઓ, નાની ઘંટીઓ, જાગે પહેરવાનું આભરણ, જાળી સરખું આભરણુ, મુદ્રિકા, પૂર, ચરણમાલિકા, કનક-નિગડ–જાલક જૂદી જૂદી જાતનાં ઘરેણાં), એ બધાં આભરણેના શબ્દ કે જે લીલાપૂર્વક ચાલતાં ઉત્પન્ન થાય છે, તે સાંભળવામાં સાધુએ આસક્તિ કરવી નહિ); તેમજ તરૂણ સ્ત્રીઓનાં હાસ્ય, શબ્દ, કલરવ, ગુંજારવ, એવા મધુર સ્વરયુકત વચને, સ્તુતિનાં વચને અને બીજા અનેક પ્રકારના મધુર સ્વરવાળા મનુષ્યએ બેલેલા શબ્દ કે જે મનેઝ હેય અને કર્ણરૂચિકારક હોય, તેને વિષે સાધુએ સંગ કરવો નહિ (આસકિત કરવી નહિ), રાગ કરવો નહિ, પૃદ્ધ થવું નહિ, મૂછવું નહિ (મેહ પામ નહિ), તેને અર્થે આત્માને વાત કર નહિ, ભાવું નહિ, તુષ્ટ થવું નહિ, હસવું નહિ, સ્મરણ કરવું નહિ અને તેને વિષે મતિ રાખવી નહિ. તેવીજ રીતે શ્રોસેંદ્રિએ કરીને અમને તથા પાપના હેતુ રૂપ શબ્દો જેવા કે આક્રોશ વચન, કઠેર વચન, નિંદા વચન, અપમાનના શબ્દ, તજના (તુચ્છકાર) ના શબ્દ, નિસનાનાં વચન, દીન વચન, ત્રાસજનક શબ્દ, કેપનાં વચને, રૂદન, આરડવાના શબ્દો, કંદન, (શિયાળના જેવી) ચીસ-પકાર, કરૂણાજનક સ્વર, વિલાપના સ્વર ઈત્યાદિ અનેક પ્રકારના અમનેસ અને પાપના હેતુ રૂપ શબ્દ સાંભળીને સાધુએ રેષ કર નહિ, હેલણ કરવી નહિ, નિંદા કરવી નહિ, લેક સમક્ષ વાંકું બેલવું નહિ, છેદન

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180