________________
અપરિગ્રહ
૧૫૩
ક્ષાર-તેલ-સીસું-કાળું લેખંડ ઈત્યાદિનું ધગધગતું સિંચન, હેડબંધન, દેરડાનું બંધન, બેલ, સાંકળ, હાથબેડ, કુંભી પાકદહન (કુંભીમાં નાંખીને રાંધવું), ઈદ્રિયનું તેડવું, ઉચે (વૃક્ષાદિ ઉપર) લટકાવવું, શુળીએ પરવવું, હાથીને પગે કરીને મર્દન, હાથ-પગ-કાન-નાક-હોઠ–શીષનું છેદન, જીભનું તેડવું, વૃષણ-નયન-હૃદય-દાંતનું ભાંગવું, જેતર અને ચાબુકના પ્રહાર, પગ-પાની-ઘુંટણને પત્થરના પ્રહારથી પીડા ઉપજાવવી, કવચ-અગ્નિ-વિંછીના ડંખ, વાયુતાપ-ડાંસ-મસલાને ઉપદ્રવ, કષ્ટકારી આસન, કષ્ટકારી સ્વાધ્યાયભૂમિ, એવા કર્કશ-ભારે-ટાઢા-ઉના-રૂક્ષ અને બીજા અનેક પ્રકારના અમનેણ તથા પાપના હેતુરૂપ સ્પર્શીને વિષે સાધુએ રેષ-હેલણ–નિંદા-વક્રતા–છેદનભેદન-જુગુપ્સા ઈત્યાદિ સ્વ-પરના આત્માને અર્થે કરવાં નહિ. એ પ્રમાણે સ્પર્શેન્દ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરાત્મા મનેણ-અમનેશ અને શુભ-અશુભ (સ્પશે) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઈદ્રિનું ઉધન કરનાર હોઈ ધર્મને આચરે છે.
એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યફ પ્રકારે આચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પાંચે કારણે કરીને, મન-વચન-કાયાએ કરી સુરક્ષિત રાખતા થકા એ યોગ (અપરિગ્રહ) મરણુપર્યત પ્રતિમાન અને મતિમાન મનુષ્ય નિત્ય નિર્વહવાયેગ્ય છે. અનાસવયુક્ત, નિર્મળ, અછિદ્ર, અપરિભ્રવિત, કલેશરહિત, સર્વ તીર્થકરેએ અનુજ્ઞા કરેલું એવું આ પાંચમું સંવરદ્વાર કાયાએ કરી ફરસવાયેગ્ય,