________________
૪૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
(૩૪) બત્રીસ પ્રકારના સુરે [૨૦ ભવનપતિ, ૧૦ વિમાનિક અને ૨ પોતિષી, કુલ ૩૨]
એ પ્રકારે એકથી એક-એક વધારતાં તેત્રીસ એકાગ્ર ચિત્તે વિરમણ કરવા યોગ્ય સ્થાનક છે તેને વિષે, અવિરતિને વિષે, અને બીજા પણ અનેક સ્થાનકે જે જિનભાષિત છે, સત્ય છે, શાશ્વત ભાવે કરી અવસ્થિત છે, તે સ્થાનકે-પદાર્થોને વિષે શંકા (સંદેહ), કાંક્ષા (અન્ય મતને અભિલાષ) નિરાકરીને-ટાળીને ભગવાનના શાસનને જે સારો કરીને માને છે, જે નિયાણું (નિદાન) રહિત છે, જે ગર્વ રહિત છે, જે લોલુપતાથી રહિત છે, અને જે મન-વચન-કાયાની ગુપ્રિ સહિત છે તે સાધુ છે. મહાવીર ભગવાનનાં વચનને અનુસરતા વિરતિના વિસ્તારરૂપ બહુવિધ પ્રકારવાળે, નિર્મળ સમ્યક્ત્વથી સુબદ્ધ મૂળવાળો, તિરૂપી કંદવાળા, વિનયરૂપી કયારા-વેદિકાવાળો, ત્રણે લોકમાં વિસ્તરેલ યશવાળ, જાડા–મોટા-સુજાત ચડવાળો, પાંચ મહાવ્રતરૂપી વિશાળ શાખાવાળે, ભાવનારૂપી છાલના અંતવાળ, શુભ ચોગ તથા જ્ઞાનરૂપી પલ્લવ તથા સુંદર અંકુર ધારનારે, બહુગુણરૂપી પુષ્પોથી સમૃદ્ધ, શીલરૂપી સુગંધવાળે, અનાસવરૂપી ફળવાળે, મોક્ષરૂપી બીજથી યુક્ત એ સંવરરૂપી તરૂવર મેરૂપર્વતના શિખરની ચૂલિકાની પેઠે મોક્ષના બીજરૂપ મુક્તિ (નિર્લોભતા ) માર્ગના શિખર ઉપર વિરાજી રહ્યો છે.
- અહીં અનુક્રમ જોતાં ૩૪ પ્રકારના જોઈએ, પરન્તુ સૂત્રમાં વસ્તુતઃ ૩૨ માલૂમ પડે છે; બીજા ગ્રંથમાં કઈ સ્થળે ૩૪ ની સંખ્યા દેખાડે છે.