________________
,
અપરિગ્રહ
૧૪૩
રાત્રિ-દિવસ અપ્રમત્ત થઈને નિરંતર મૂકવાં તથા લેવાં. મેક્ષના સાધકનાં લક્ષણે.
એ રીતે જે સંયમવંત છે, વિમુક્ત છે, નિઃસંગ છે, પરિગ્રહરહિત રૂચિવાળા છે, મમતારહિત છે, સનેહબંધનરહિત છે, સર્વ પાપથી વિરત છે, વાંસલ કરી છે તેને અને ચંદનને લેપ કરે તેને (અપકારીને તેમજ ઉપકારીને) સમાન ગણનારા છે, તૃણ-મણિમુક્તા-પાષાણુ-કંચનને એકસરખાં માનનારા છે, માન તથા અપમાનને સરખાં માનનારા છે, (પાપ રૂપી) રજને ઉપશમાવનારા છે, રાગદ્વેષને શમાવનારા છે, (પાંચ) સમિતિએ સમિત છે, સમ્યક્ દષ્ટિવંત છે, સર્વ પ્રાણભૂતને સમાન માનનારા છે, તે નિશ્ચયે સામે ધુઓ છે, શ્રતને ધારણ કરનારા છે, કિયાને વિષે ઉદ્યમવત–આળસરહિત છે, સંયતિ છે. વળી એવા મેક્ષના સાધક (સુસાધુ) છે; તેઓ સર્વ ભૂતે (પૃથ્વી આદિ) ના શરણ રૂપ, સર્વ જગતના વાત્સલ્યકારી, સત્યભાષક, સંસારમાં સ્થિત હેવા છતાં સંસારને સમુછેદ કરનારા, સદા મરણના પારગામી, સર્વના સંશયને ટાળનારા, આઠ પ્રવચનમાતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)એ કરી આઠ. કર્મની ગ્રંથીના વિમેચક (છોડનારા-મૂકનારા), આઠ મદનું મર્દન કરનારા, સ્વસમયકુશળ ( સ્વસિદ્ધાન્તનિપુણ ), સુખદુઃખને વિષે હર્ષવિષાદથી રહિત, બાહ્ય તથા આચંતર તપ રૂપી ઉપધાનને વિષે સુÇપણે ઉઘુક્ત (સાવધાન), ક્ષમાવંત, ઈદ્રિને દમનારા, (સર્વ જીવોના) હિતને વિષે તત્પર, ઈર્ષા સમિતિ–ભાષા સમિતિ-એષણ સમિતિ