Book Title: Prashna Vyakaran Sutra
Author(s): Chotalal Muni
Publisher: Laghaji Swami Pustakalay

View full book text
Previous | Next

Page 157
________________ ૧૪૦ શ્રી માન્યાકરણ સૂત્ર નહિ. (તેના પરિગ્રહથી) જીવ-જગતનું ઉત્પત્તિસ્થાન સમુચ્છિન્ન થાય તે કારણથી શ્રમસિંહ (મુનિપુંગા) તેને વજે છે. વળી રાંધેલા ચાખા, બાફેલા અડદ, ગજ (એક પ્રકારની ખાદ્ય વસ્તુ), સાથવા, ખેરકુટ (અથવા દહીંને મસ્કા), સેકેલું ધાન્ય, તલવટ, મગ વગેરેની દાળના મનાવેલા પદાર્થ (જેમાં વિકૃતિ પેદા થાય તે), તલપાપડી, વેડમી રોટલી, મીઠા રસમાં મેળેલાં પકવાન્ના (જેવાં કે ગુલાબ જાજી, મુરબ્બા વગેરે), ચૂર્ણ કાશક (જેમાં મીઠાં ચૂર્ણાં-પદાર્થી ભરેલા હોય તે, જેવાં કે ઘારી-ઘુઘરા-કચારી વગેરે), શિખંડ, દાળનાં વડાં, માદક-લાડવા, દૂધ, દહીં, ઘી, માખણ, તેલ, ગાળ, ખાંડ, સાકર, મધ, મદ્ય, માંસ, ખાજા, વિવિધ પ્રકારનાં ચટણી-અથાણાં-રાઇતાં, ઇત્યાદિ પ્રણીત રસયુક્ત પદાર્થોં ઉપાશ્રયમાં, પરઘરમાં અથવા અરણ્યમાં સાધુએ પાસે રાખવાં (કે સંગ્રહ કરવાં–પરિગ્રહેવાં) કલ્પે નહિ. વળી જે સાધુને ઉદ્દેશીને કર્યું હોય, રાખી મૂક્યું હોય, રચ્યું (તૈયાર કરી રાખ્યું) હોય, પચવજાત કરી રાખ્યું હોય (પર્યાંયનું અવસ્થાંતર કરીને રાખ્યું હોય, જેમકે દૂધ-ભાત એકઠાં કરી કર' તૈયાર કર્યાં હાય), રસબિંદુ પડતાં હોય તેવું કાંઈ, સાધુને અર્થે અંધારામાં અજવાળુ કરીને આપવામાં આવેલુ, ઉછીતું લઇ આપેલું, કાંઈક પેાતાને અર્થે અને કાંઇક સાધુને અથ તૈયાર કરેલુ (મિશ્ર), સાધુ માટે વેચાતું લઇ રાખેલું, સાધુને મહેમાન * તે સમયે અન્યતિ સાધુ-વૈરાગી ચાચકાદિમાં ચાલતા ભેાજન— સગ્રહાદિના વ્યવહાર ઉપર ધ્યાન આપીને ભગવાને આ નિષેધ ફરમાવ્યે છે.

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180