________________
અપરિગ્રહ
૧૩૩
ઇત્યાદિ પર શયાદિ કરે તે. ૧૮ ઈરાદાપૂર્વક મૂળ-કંદસ્કંધત્વચા-શાખા-પ્રવાળા–પત્ર-પુપ-ફળ-બીજ એ દસને સચિત્ત આહાર કરે તે. ૧૯ એક વર્ષમાં દસ ઉદકલેપ કરે તે. ૨૦ એક વર્ષમાં ૧૦ માયાનાં સ્થાનક સેવે તે. ૨૧ જળથી ભીના હાથ, પાત્ર, વગેરે વડે ભેજન આપે તે લઈ ઈરાદાપૂર્વક ભગવે તે. ]
(૨૨) બાવીશ પ્રકારના પરિષહ.
[૧ ભૂખ, ૨ તરસ, ૩ ટાઢ, ૪ તાપ, ૫ ડાંસ મચ્છર, ૬ વસ્ત્રરહિતતા, ૭ અરતિ, ૮ સ્ત્રી, ૯ ચાલવું તે, ૧૦ એક આસને સ્થિર રહેવું તે, ૧૧ પ્રતિકુળ ઉપાશ્રય, ૧૨ આક્રોશ, ૧૩ વધ, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રેગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મેલ, ૧૯ સત્કાર–પુરસ્કાર, ૨૦ પ્રણા, ૨૧ અજ્ઞાન, ૨૨ દર્શન).
(૨૩) સૂત્રકૃતાંગ સૂત્રનાં ૨૩ અધ્યયન.
[સૂત્રકૃતાંગ સૂત્રના પહેલા મુતસ્કંધનાં ૧૬ અધ્યયન ૧૬ મા બોલમાં ઉપર કહ્યા છે. બીજા શ્રુતસ્કંધના ૭ અધ્યયન આ પ્રમાણે – ૧ પુંડરીક કમળનું, ૨ ક્રિયાસ્થાનકનું, ૩ આહાર પ્રતિજ્ઞાનું, ૪ પ્રત્યાખ્યાન ક્રિયાનું, ૫ અણગાર સુતનું, ૬ આર્દ્ર કુમારનું, ૭ ઉદકપેઢાલ પુત્રનું.]
(૨૪) ચોવીસ પ્રકારના દેવ. " [ દસ ભવનપતિ, આઠ વાણુવ્યંતર, પાંચ તિષી, એક વિમાનિક, કુલ ૨૪].
(૨૫) પચીસ પ્રકારની પાંચ મહાવ્રતની ભાવના
(૨૬) છવીસ પ્રકારે દશાશ્રુતસ્કંધ, બૃહત્ કલ્પ અને વ્યવહાર સૂત્રના ઉદ્દેશા.
જ આ સૂત્રમાંજ-સંવરદ્વારના પાંચ અધ્યયનમાં પાંચ મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાએ સમજાવી છે.