________________
૧૨૦
- શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
આખા શરીરને મેલ ઉતાર, અંગ-વિલેપન, (સુગંધિત) ચૂણેથી શરીરને સુવાસિત કરવું, (અગુરૂ આદિના) ધૂપથી શરીરને ધૂપવું, શરીને શણગારવું, જેથી ચારિત્ર કલુષિત થાય તેમ નખ-વસ્ત્ર-કેશાદિને સમારવાં, હસવું, ( કુશાસ્ત્રનું) ભણવું, નૃત્ય, ગીત, વાચિત્ર બનાવવું, નટ-નર્તક-બજાણીયા-મલાદિના ખેલ જોવા, ભાંડચેષ્ટ જેવી, ઇત્યાદિ જે હલકા શંગારની ખાણ જેવાં છે અને બીજા પણ એવા પ્રકારે જે તપ-સંયમ-બ્રહ્મચર્યનો ઘાત-ઉપઘાત કરનારાં હોય તે, બ્રહ્મચર્યનું અનુપાલન કરનારે સર્વ કાલે વર્જવાયેગ્ય છે. તેને ઉપર જણાવેલાને વર્જનારને) અંતરાત્મા નિત્ય તપ-નિયમ-શીલના યોગથી ભાવિત થાય છે. (એ તપ-નિયમ-શીલના વ્યાપાર હવે કહે છે). અસ્નાન, દાંતને સાફ ન કરવા તે, પરસેવ-મેલ-ગા મેલ ધારણ કરે તે (ન ઉતાર તે), મૌન વ્રત, કેશલોચન, ક્ષમા, ઇંદ્રિયનિગ્રહ, અચલક (વસ્ત્રરહિતતા), ભૂખ-તરસને સહન કરવાં તે, લાઘવ (અલ્પ વસ્ત્ર રાખવાં તે), ટાઢ-તાપ સહેવાં તે, કષ્ટશ, ભૂમિ પર બેસવું તે, (ભિક્ષાર્થે) પારકે ઘેર જવું તે, (ભિક્ષા) મળે કે ન મળે અથવા ઓછું મળે (ત ખેદ ન પામ તે), માન-અપમાન-નિંદાને સહન કરવાં તે, ડાંસ-મચ્છરના સ્પર્શને સહેવાં તે, નિયમ, તપ, ગુણ, વિનય, ઈત્યાદિ એગથી એ અંતરાત્મા ભાવિત થાય છે, અને તે રીતે તેનું બ્રહ્મચર્ય સ્થિરતા-વિશેષ દૃઢ થાય છે. પાંચ ભાવનાઓ.
બ્રહ્મચર્ય વ્રતના રક્ષણને અર્થે અને અબ્રહાચર્યના