________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
*
૧૧૪
સ્વીના તપના પારણામાં) વિનય કરવા. (સૂત્રાદિની) વાચનામાં તથા તેના પરિયટ્ટણમાં (સૂત્રાર્થ ગ્રહણ કર્યાં હાય તે ફેરવવામાં-પુનઃ પુનઃ સ્મરણ કરવામાં) વિનય કરવા, ભેાજનાદિનું દાન કરવામાં અને લેવામાં તથા (વિસ્તૃત થએલા સૂત્રા) પૂછવામાં વિનય કરવા. સ્થાનકમાંથી નીકળવામાં અને પ્રવેશવામાં વિનય કરવા ( નીકળતાં આવસહિ' અને પ્રવેશમાં ‘નિસ્સહી’): એ આદિક બીજા અનેક કાર્યોંમાં વિનય કરવા. વિનય એ તપ છે અને તપ એ ધર્મ છે, માટે ગુરૂ પ્રત્યે, સાધુ પ્રત્યે અને તપસ્વી પ્રત્યે વિનય કરવા. એ પ્રકારે વિનયથી જે ભાવિત થાય છે, તેના અંતરાત્મા ક્રુતિમાં પાડનારાં પાપકર્મી કરવા-કરાવવાના દોષથી નિત્ય વિરતિ પામતા દત્ત-અનુજ્ઞાત અવગ્રહની ચિ ધરાવનારા થાય છે.
એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યક્ પ્રકારે આચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પાંચે કારણે કરીને, મનવચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકા એ ચાગ (દત્તા દાન ગ્રહણુ) મરણુપર્યંત ધૃતિમાન અને મતિમાન મનુષ્યે નિત્ય નિહવાચૈાગ્ય છે. અનાસ્રવયુકત, નિળ, અદ્રિ, અપરિસવિત, ક્લેશરહિત, સ તીર્થંકરએ અનુજ્ઞા કરેલું એવું આ ત્રીજી સવર દ્વાર કાચાએ કરી ફરસવાગ્ય, પાળવાચેાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાચેાગ્ય, પાર ઉતારવાયાગ્ય, અન્યને ઉપદેશવાચેાગ્ય, અનુપાલન કરવાચૈાગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાયાગ્ય છે. એ પ્રમાણે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્યું, પ્રરૂપ્યું અને