________________
૧૧૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
એટલે કે બગીચા-ઉદ્યાન-વન-વનપ્રદેશમાં જે કાંઈ (અચેત) તૃણ, જલાશયમાં ઉપજેલી વનસ્પતિ, પાંદડાં, પરા (એક જાતનાં તરણ), મુંજ, કુશ, દર્ભ, પરાળ, મૂયક (મેવાડનું એક જાતનું ઘાસ), વત્વજ (એક જાતનું ઘાસ), પુષ્પ, ફળ, છાલ, અંકુર, કંદ, મૂળ, તૃણુ, કાષ્ટ, કાંકરી, ઈત્યાદિ સંસ્તારક-વસ્ત્રાદિને અર્થે અનુજ્ઞા માંગીને લેવાં કલ્પ, અનુજ્ઞા માંગ્યા વિના-અદત્ત લેવાં કપે નહિ. રોજ રોજ અનુજ્ઞા માંગીને લેવાં કપે. એ પ્રમાણે અવગ્રહસમિતિના યોગથી જે ભાવિત થાય છે, તેને અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના દેષથી નિત્ય વિરતિ પામતે દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારે થાય છે.
ત્રીજી ભાવનાએ પાટ-પાટલા-શમ્યા–સંસ્તારકને અર્થ વૃક્ષને કાપવું નહિ. (વૃક્ષના) છેદનવડે કે (ભૂમિ-પત્થરના) ભેદનવડે શસ્યા બનાવવી નહિ; જે ગૃહસ્થના સ્થાનમાં વાસ કર્યો હોય ત્યાંજ શય્યાનું ગવેષણ કરવું; ઊંચી-નીચી જમીન જાણીને સમી કરવી નહિ; પવનને અભાવ હોય કે બહુ વાયુ વાતે હોય તે પણ તે વિષે કશી ઉત્સુકતા ન રાખે; ડાંસ કે મસલાં (ને ઉપદ્રવો હોય તે પણ તેથી ક્ષોભ ન કર કે અગ્નિવડે ધુમાડે ન કર; એ પ્રમાણે સંયમમાં (પૃથ્વી આદિના છાના રક્ષણમાં) અતિ તત્પર, સંવરમાં (આસવ દ્વાર નિરાધમાં) અતિ તત્પર, સંવૃત્તમાં (કષાય ઇંદ્રિયન સંવરમાં) અતિ તત્પર, ચિત્તસમાધિમાં અતિ તત્પર, પૈયવત, કાયાએ કરીને (પરિષહોને) પાળતે જે સતત અધ્યા