________________
૧૦
શ્રી અક્ષવ્યાકરણ સમ
સેવતા
નથી, અપ્રીતિકારીનાં પાટ-માટીઉં–શય્યા-અસ્તારવા પાત્ર-કાંમળી–દડ–રજોહરણ-બેસવાને પાટલા-ચાલપટા સુહુપત્તી-પાદપુંછણાદિ–ભાજન-વસ્ત્રાદિ ઉપકરણ -નથી, જે પારકા અપવાદ ખેલતા નથી, જે પારકા દોષ ગ્રહણ કરતા નથી, પારકા (વૃદ્ધાદિના) નિમિત્તે જે કાંઇ (ભેાજન-પાનાદિ) વહારતા નથી, જે કોઈ મનુષ્યને (દાનાદિ ધમથી) વિમુખ કરતા નથી, જે કાઈના દીધેલાના રૂડા કાર્યના ઇનકાર કરતા નથી, જે(દાન) દઈને અથવા વૈયાવૃત્ત્પાદિ કરીને પાછળથી પશ્ચાત્તાપ કરતા નથી, જે (મળેલાં ભેાજનપાનાદિના) સંવિભાગ કરવામાં કુશળ છે, જે સગ્રહાપગ્રહમાં (શિષ્યાદિને ભેાજન તથા જ્ઞાનનું દાન કરવામાં) કુશળ છે તેવા સાધુએ આ વ્રતને આરાધી શકે છે. પાંચ ભાવના.
પરદ્રવ્યહરણથી વિરમવાના વ્રતનું રક્ષણ કરવાને અર્થે શ્રી ભગવાને સકળ જીવાને હિતકારી, પરભવને વિષે હિતકારક, આગામી કાળે કલ્યાણકારક, ન્યાયચુત, અકુટિલ, સર્વોત્તમ, સવ દુઃખ-પાપનું ઉપશમન કરનાર એવું પ્રવ ચન કરેલું છે. તે ત્રીજા વ્રતની પાંચ ભાવનાએ આ પ્રમાણે છેઃ—
પરદ્રગૃહરણથી વિરમવાના મતના રક્ષણને અર્થે પહેલી ભાવનામાં દૈનકુળ, સભાસ્થાન (મહાજન સ્થાન), પરમ, પરિવ્રાજકનું સ્થાન, વૃક્ષમૂળ, અગીચા, પર્યંતની કદરા, (લેહાર્દિકની) ખાણ, ગિરિશા, ચુના પાડવાનું