________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ળીઓ છે, ઉંચા-પાતળા-લાલ અને નિષ્પ તેમના નખ છે, સુઘટિત-સુશ્લિષ્ઠ અને માંસલ તેમની પગની ઘુંટીએ છે, મૃગલીની જેઘા ઉપર જેમ કુરૂવિંદના તૃણના જેવા આવર્તક પડ્યાં હોય તેવી રીતની અનુક્રમે જાડી થતી તેમની જંઘા છે, દાબડાના ઢાંકણાના જેવા સ્વભાવે કરીને માંસલ તેમના ઘુંટણ છે, ઉત્તમ મત્ત હાથીના જેવી તેમની વિલાસયુક્ત હીંડવાની ગતિ છે, સુંદર ઘેડાના સરખું તેમનું ગુહ્યાંગ છે, જાતવંત ઘોડાના જે તેમને મળરહિત દેહ છે, અને તેમના જેવા તેઓ હર્ષવંત છે, ઉત્તમ ઘેડા અને સિંહથી અધિક વર્તુલાકારે તેમની કટી-કમર છે; ગંગાના અવતન પેઠે, દક્ષિણાવર્તની પેઠે, તરંગલંગની પેઠે, સૂર્યકિરણથી જાગૃત થઈને વિકસિત થએલા કમળની પેઠે ગંભીર તથા વિકટ તેમની નાભિ છે; એકઠી બાંધેલી ત્રગીત્રણ લાકીઓના જે, મુશળના જેવું, દર્પણના જેવા નિર્મળ કરેલા સુંદર સેનાની બનાવેલી તત્વારની મૂઠના જે અને વજન જેવો પાતળો તેમને શરીરને મધ્ય ભાગ છે; સરલ, સુપ્રમાણયુકત, અવિરલ, સ્વાભાવિક સૂક્ષ્મ, કાળી, સિનગ્ધ-તેજવંત, ભાયુક્ત, મનોહર, સુકુમાર, અને સુકેમળ એવી તેમની રોમરાજિ છે; મત્સ્ય અને પંખી જેવી સુંદર અને માંસલ તેમની કુક્ષી-જઠર દેશ છે મત્સ્યના જેવું તેમનું ઉદર છે; કમળના જેવી પ્રકટ તેમની નાભી છે; નીચા-નીચાં નમતાં, સંગત-અંતરરહિત સુંદર, નિર્માણ
ગુણયુકત, અને સુપ્રમાણયુક્ત-માંસલ-રમણીય તેમનાં * પાસાં છે, પૂંઠ માંસલ હેવાથી તેમના પૂંઠનાં હાડ બહાર