________________
સત્ય વચન
૧૦૧
સિદ્ધ થાય છે. મનુષ્યોને માટે સત્ય વંદનીય છે, દેવને માટે અર્ચનીય છે અને અસુર લેકેને પૂજનીય છે. અનેક પાખંધ મતવાળાઓએ પણ સત્યને અંગીકાર્યું છે; સત્ય એ લોકમાં સારભૂત છે, મહાસાગર કરતાં વધારે ગંભીર છે, મેરૂપર્વત કરતાં વધારે સ્થિર છે, ચંદ્રમંડળ કરતાં વધારે સૌમ્ય છે, સૂર્યમંડળ કરતાં વધારે દીપ્તિમાન છે, શરદ ઋતુના આકાશ કરતાં વધારે નિર્મળ છે, ગંધમાદન પર્વત કરતાં વિશેષ સુગંધયુક્ત છે; લેકને વિષે બાકીનાં જે મંત્રાદિ, ગાદિ (વશીકરણાદિ), મંત્રજાપ, વિદ્યાઓ, જુંભકા દેવતા, અસ્ત્ર-શસ્ત્રાદિ (કિવા અર્થશાસ્ત્રાદિ) શિક્ષણ (કલાદિનું), આગમ-સિદ્ધાન્ત છે, એ બધાં સત્યને વિષેજ પ્રતિષ્ઠિત છે. નહિ બલવાયોગ્ય સત્ય.
વળી સત્ય પણ સંયમને ઉપરોપકારક થાય તેવી રીતનું જરા પણ ન બોલવું. હિંસા અને પાપથી યુક્ત, ચારિત્રને ઘાત થાય તેવું, વિકથાવાળું (સ્ત્રી આદિની કથા); અનર્થવાદવાળું, કલહકારક, અનાર્ય ( કિંવા અજાણ્ય), અપવાદયુક્ત, વિવાદ ઉપજાવે તેવું, (બીજાને) વિડંબના ઉપજાવે તેવું, એજયુક્ત (બળ-જુસ્સાથી ઉચ્ચરેલું), ધર્ય ચુક્ત (હિંમતભર્યું) લજજારહિત, લેકનિંદાને પાત્ર, દુષ્ટ (માઠું જોયું હોય તેવું), દુશ્રુત (અસમ્યક્ પ્રકારે સાંભળેલું), અસમ્યક્ પ્રકારે જાણેલું, આત્મશ્લાઘાથી ચુત, પરનિંદાથી ચુક્ત, એવું સત્ય હેય તે પણ બેસવું નહિ. “તું બુદ્ધિ