________________
૭૮
શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર રાની જૂદી જૂદી ચીજે; ધન, ધાન્ય, પાણી, ભજન, વસ્ત્ર, ગંધ, (પુષ્પાદિ)માલા, વાસણ, ભવન ઈત્યાદિ વિધવિધ વસ્તુઓને રાજા ભોગવે છે. તેમજ બહુવિધ ભરતક્ષેત્ર છે તેમાં અનેક પર્વતે, નગર, વાણિજ્યસ્થાન, દેશ, પુર, જલપંથ, ધૂળકેટ, ગામ, ગામડાં, મંડપ, બાહ, પટ્ટણ આદિ હજારે સ્થાને આવેલાં છે. એવા ભરતક્ષેત્રને તેમજ ભયરહિત પૃથ્વીને, એક છત્રે, સાગર સહિત ભોગવતા છતાં રાજાની તૃષ્ણા અપરિ. મિત (માપ વિનાની) અને અનંત રહે છે. તેમની સાથે મેટી ને મેટી ઈચ્છારૂપે (વધુ પ્રાપ્ત કરવા રૂપે) પરિગ્રહનું વૃક્ષ વધવા લાગે છે. એ વૃક્ષનાં નરરૂપ જાડાં મૂળ છે, લે, સંગ્રામ અને કષાય (કેધ-માન-માયા ) રૂપ મોટું થડ છે, સેંકડે ચિંતારૂપે અંતરરહિત વિસ્તીર્ણ શાખાઓ છે, (દ્ધિ આદિના) ગવરૂપે વિસ્તારવંત ઉપલી અને મધ્ય ભાગની પ્રતિશાખાઓ છે, માયા-કપટરૂપ છાલ, પાંદડાં અને નાની ટીશીઓ છે, કામ–ભેગરૂપ પુષ્પ-ફળ છે, શરીરને ખેદ, મનને ખેદ, કલહ, એ વડે કંપતો તેને શિખરને ભાગ છે; એવા પરિગ્રહરૂપી વૃક્ષને રાજા પૂજે છે, ઘણા મનુષ્યના હૃદયને તે વહાલું છે, અને પરિગ્રહથી યુક્ત થવાને જે નિર્લોભારૂપ માર્ગ છે તે માર્ગની અર્ગલારૂપ એ પરિગ્રહરૂપ વૃક્ષ છે. પરિગ્રહનાં નામ.' - એ પરિગ્રહનાં ગુણનિષ્પન્ન ૩૦ નામે આ પ્રમાણે છે –(૧) પરિગ્રહ, (૨) સંચય (એકઠું કરીને સંગ્રહવું),