________________
શ્રી પ્રમવ્યાકરણ સૂત્ર વસાદિ ઉપકરણને પ્રતિલેખવાં-નાથી વિસ્તારી જેવા, પ્રમાજવાં અને રાત્રિ-દિવસ પ્રમાદરહિતપણે તેને નિરંતર લેવા-મૂકવાં. એ પ્રમાણે આદાન-ભંડ-નિક્ષેપણા સમિતિના ચગે કરીને જે ભાવિત છે તેને અંતરાત્મા પાપસળરહિત, અસંકિલષ્ટ પરિણામયુક્ત અને અખંડ અસ્ત્રિની ભાવનાને ભાવિત, અહિંસક, સંયમવંત, સુસાધક બને છે. અહિંસાનાં ફળ.
એ પ્રમાણે સંવર દ્વાર સમ્યક્ પ્રકારે આચરતાં સુખનિહિત-સુરક્ષિત થાય છે. એ પાંચ ભાવનાએ કરીને, મનવચન-કાયાએ કરીને, સદા મરણ પર્યત સુરક્ષિત એ રોગ-પાંચ ભાવના રૂપ વ્યાપાર પ્રતિમાને અને મતિમાને નિવહવાયોગ્ય છે. એ રોગ અનાસવરૂપ છે, નિર્મળ છે, છિદ્રરહિત છે (જેથી કર્મ જળ પ્રવેશ કરી શકતું નથી),
અપરિસ્ટવિત છે (જેથી અંદર જરા પણ કર્મ જળ ઝમતું નથી), ચિત્તના કલેશથી રહિત છે, શુદ્ધ છે, અને બધા જિનેએતીર્થકરેએ અનુજ્ઞાત છે, પાળીને ઉપદેશેલો છે. એ પ્રકારે પહેલું સંવર દ્વાર આદર્યું, પાળ્યું, (અતિચાર ટાળી) શુદ્ધ કર્યું, પૂરું કર્યું, ઉપદેશ્ય, આરાધ્યું અને જિન ભગવાનની આજ્ઞાએ કરીને સાધુ જનેએ પાળ્યું છે.
એ પ્રમાણે ભગવાન જ્ઞાત મુનિએ (મહાવીરે આ સિદ્ધવર શાસન પ્રજ્ઞાપ્યું, પ્રરૂપ્યું, પ્રસિદ્ધ-પ્રતિષ્ઠિત કર્યું, ચૂય કહ્યું, ઉપસ્યું અને પ્રશસ્ત કર્યું છે.