________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
સંવર દ્વાર
- - અધ્યયન ૧ લું
અહિંસા જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે, હે જંબૂ! હવે હું સંવર (અનુષ્ઠાન કર્મના)ના પાંચ દ્વાર અનુક્રમે જે પ્રમાણે ભગવાને કહ્યાં છે તે પ્રમાણે સંભળાવું છું. એ પાંચ દ્વારા સર્વ દુઃખમાંથી મુક્તિ આપનારાં છે. સંવરનાં પાંચ કાર,
(૧) પહેલું દ્વાર અહિંસા, (૨) બીજું દ્વાર સત્ય વચન, (૩) ત્રીજું દ્વાર (તીર્થંકર-ગણુધરાદિએ) પ્રરૂપેલું એવું જે બીજાએ આપેલું લેવું તે, (૪) ચોથું દ્વાર બ્રહ્મચર્ય અને (૫) છેલ્લું દ્વાર અપરિગ્રહ,
અહિંસા બસ-સ્થાવર-સર્વ જીને ક્ષેમકારી-સુખકારી છે. અહિંસા (પાંચ) ભાવનાથી યુક્ત છે, તેના (અનંત ગુણ છે તેમાંથી કાંઈક-ડા ગુણે વિષે કહું છું. મહાવ્રતને મહિમા.
તે આ પ્રમાણે છે: હે સુવ્રત (જબૂ) ! મહાવતે (અનુવ્રતની અપેક્ષાએ) લોકહિતને કરનારાં છે, શ્રુતસાગર (સિદ્ધાન્તસમુદ્ર)માં ઉપદેશેલાં છે, તપ-સંયમ ઉપાર્જન કરાવનારાં છે, શીલગુણે (સમાધિ-વિનયાદિ ગુણે) કરી પ્રધાન