________________
૮૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અજ્ઞાનરૂપી અંધકારમાં મગ્ન થાય છે. મહામહનીય (ચારિત્ર મોહનીય)થી મૂછિત થએલી મતિવાળા એ છે લોભને વશ થઈ રહેવાથી મહા અજ્ઞાનના અંધકાર રૂપ ત્રસ્થાવર-સૂફમ-આદર-પ્રર્યાસ-અપર્યાપ્ત એવા જીવનિકાયમાં દીર્ધ કાળ સુધી પરિભ્રમણ કરે છે. એવા પરિગ્રહને ફળવિપાક આ લેકમાં અને પરલોકમાં અલ્પ સુખ અને બહુ દુઃખ રૂપ છે. તે મહાભયનું કારણ છે, કર્મ રૂપી રજને ગાઢ રીતે ઉત્પન્ન કરે છે, તે દારૂણ છે, કઠેર છે, અશાતાકારક છે અને હજાર વર્ષ સુધી જોગવ્યા સિવાય ન છુટાય તેવું કર્મ છે. એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાત્મા વીતરાગ મહાવીર સ્વામીએ પરિગ્રહને ફળ વિપાક કહ્યું છે. એ પ્રમાણે આસવદ્વારનું પાંચમું અધ્યયન પરિગ્રહના ફળવિપાક વિષેનું સંપૂર્ણ થયું. આસવ દ્વારને ઉપસહાર.
એ પ્રમાણે પાંચ આઅ કમરૂપી રજથી જીવને મલિન કરે છે, અને સમયે સમયે જીવને ચાર ગતિના કારણ રૂપ સંસારમાં રખડાવે છે. જે અનંત અધર્મયુક્ત અને અકૃતપુણ્ય છ ધર્મને સાંભળતા નથી અને સાંભળીને પ્રમાદ કરે છે, તેઓ સર્વ ગતિમાં ભટકે છે. બહુ પ્રકારે ઉપદેશ પામ્યા છતાં મિથ્યાદષ્ટિ અને બુદ્ધિહીન અને નિકાચિત કર્મથી બંધાયેલા મનુષ્ય ધર્મને સાંભળ્યા છતાં આચરે નહિ. સર્વ દુઓને અંત લાવનારાં, ગુણમાં મધુર એવાં જિનવચન રૂપી ઔષધ આપ્યા છતાં જે તે પીવાને