________________
૭૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
દુર્ગતિને પામે છે. વળી જુદાં જુદાં (અન્યમતિના) શાસ્ત્રોને વિષે પણ સાંભળવામાં આવ્યું છે કે પૂર્વે (તેજ કારણથી) લેકને ક્ષય કરનારાં યુધ્ધ થયાં છે. સીતા, દ્રૌપદી, ઋકિમણી, પદ્માવતી, તારા, કાંચના, રક્ત સુભદ્રા, અહલ્યા, સુવર્ણગુલિકા, કિન્નરી, સ્વરૂપવતી વિદ્યુમ્નતિ, રોહિણી ઈત્યાદિ અનેક સ્ત્રીઓને અર્થે સંગ્રામ થએલા સંભળાય છે. એ પ્રમાણે થએલાં યુદ છે અધર્મનાં-વિષયનાં મૂળ છે. અશ્વહ્મચર્યને સેવનારા ઇલેકથી નષ્ટ થાય છે (અપકીતિ રોગ આદિને પામે છે) અને પરલોકને વિષે પણ નષ્ટ થાય છે. (તે કેવી રીતે ) મહામોહરૂપી અંધકારને વિષે અને ઘેર
જીવસ્થાનને વિષે પીને તેઓ નષ્ટ થાય છે. ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, સાધારણ-અનંતકાય, પ્રત્યેક વનસ્પતિમાં તેઓ ઉપજે, વળી અંડજ (પક્ષી-સર્પાદિ), પિતજ (હાથી આદિ), જરાયુજ (મનુષ્યાદિ), રસજ (મદ્યાદિમાં ઉપજતા બેઇંદ્રિયાદિ), સંદજ (જૂ-માકણાદિ), સંમૂર્ણિત (દેડકા આદિ), ઉદુભિજજ (તીડ આદિ), તથા નારકી દેવતામાં તેઓ ઉપજે, નરક, તીર્થચ, દેવતા અને મનુષ્ય એ ચારે ગતિમાં જરા, મરણ, રેગ, શેક આદિએ કરી શેકભર્યા સંસારમાં ઘણું પલ્યોપમ-સાગરેપમ સુધી, અનાદિ-અનંત અને દીર્ઘ કાળવાળી એવી ચાર ગતિરૂપ સંસાર અટવીમાં એ મેહને વશ પડેલા છ વારંવાર પરિભ્રમણ કરે છે.
અબ્રહ્મચર્યને ફળવિપાક એવા પ્રકાર છે. અબ્રહ્મચર્ય ઈહલોકમાં અને પરલોકમાં અલ્પ સુખ આપનારું અને