________________
૭૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે; સરલ, મૃદુ, પુષ્ટ અને અવિરલ તેમની આંગળીઓ હેય છે; ઉંચા, સુખદાયી, પાતળા, રાતા, સ્વચ્છ અને સ્નિગ્ધ તેમના નખ હોય છે; રેમરહિત, વર્તુલાકારે, ઉત્તમ, પ્રશસ્ત, લક્ષણયુક્ત, રમ્ય એવી તેમની બે જાંગ હોય છે; સુનિમિત અને અદશ્યમાન એવા તેમના પગના ઘુંટણ છે; માંસલ, પ્રશસ્ત અને સુબદ્ધ-સ્નાયુયુક્ત તેમના (અસ્થિના) સંધિ છે; કેળના થંભથી અધિક (સુંદર) આકારવાળા, વ્રણરહિત, સુકુમાર, મૃદુ, કોમળ, અવિરલ, એકસરખા, લક્ષણયુક્ત, વર્તુલાકાર, માંસલ, પરસ્પર સરખા એવા તેમના સાથળ છે; અષ્ટાપદ તરંગના (એક પ્રકારના જુગારના) પાટલામાંની રેખાઓ જેવી રેખાઓથી યુક્ત, પ્રશસ્ત, વિસ્તીર્ણ, પહોળી તેમની કટી-કમર છે; વદનની લંબાઈના પ્રમાણથી બમણ (૨૪ આંગળ), વિશાળ, માંસલ, દઢ, એ તેમની કટીને પૂર્વ ભાગ છે; વાના જેવું વિરાજિત, પ્રશસ્ત લક્ષણયુક્ત, કૃશ તેમનું ઉદર–પેટ છે; ત્રિવલીએ કરી નમેલે કૃશ તેમને મધ્યભાગ છે; સરલ, પ્રમાણે પેત, જાતવંત-સ્વાભાવિક, પાતળી, અખંડ, સતેજ, શોભાયુક્ત, મનહર, સુકુમાર, મૃદુ, અને જૂજવી તેમની રેમરાજ છે; ગંગાના આવતરની પેઠે, દક્ષિણાવર્તની પેઠે, તરંગભ્રમની પેઠે, સૂર્યના કિરણથી જાગૃત થઈ વિકાસ પામેલા કમળની પેઠે ગંભીર અને વિકટ તેમની નાભી છે, અણુઉપ, પ્રશસ્ત, સુનિષ્પન્ન અને પુષ્ટ તેમની કુક્ષી છે; નીચા નમતાં, અંતરરહિત, સુંદર, નિર્માણ ગુપત, સુપરિમાણયુક્ત, માંસલ અને રમણીય તેમનાં