________________
અબ્રચય
ભાંગનારા છે, મહાશકુનિ અને પૂતના વિદ્યાધરીના વૈરી છે, કંસના મુકુટના મેડણહાર (મારનાર) છે, જરાસંધના માનનું મર્દન કરનાર છે, ઘણી શલાકાએ કરી સહિત વિરાજમાન છે, અવિરલ-સમાન શલાકાએ કરી મંડિત એ બીજે કઈ નથી તેવા છે, ચંદ્રમંડળ સરખી કાન્તિવાળા છે, સૂર્યના કિરણકવચથી પ્રસરતા તેજે કરીને જાજવલ્યમાન એવા અનેક દડાવાળા છેત્રે કરીને વિરાજમાન છે; વળી મોટા પર્વતની ગુફાઓમાં વિચરતી નીરગી ગાયની પૂઠે નીપજતા અને નિર્મળ સફેદ વિકસેલા કમળ જેવા ઉજળા ચામરોથી વિરાજમાન છે; (એ ચામરેનું વિશેષ વર્ણન કરે છે). એ ચામર રજતગિરિ (ચાંદીના પહાડ) ના શિખર જેવા વિમળ છે, ચંદ્રનાં કિરણ સરખા ઉજળા છે, સ્વચ્છ ચાંદી જેવા નિર્મળ છે; પવનથી હાલતાં ચંચળ પાણીમાં નાચતાં મેજએ કરી લીરેદક સાગરમાં જે કાલ પ્રસરી રહે છે તેના જેવા ચંચળ એ ચામર વીંઝાઈ રહે છે; માનસરોવરના વિસ્તારમાં વસતી, નિર્મળ વેશ તથા આકારવાળી અને સુવર્ણપર્વતના શિખર ઉપર બેઠેલી હંસી ચપળ-શીધ્ર ગતિએ ઉંચેનીચે ઉડે તેના જેવા એ ચામરો છે; નાના પ્રકારના મણિરન, મૂલ્યવાન અને તપાવેલા સુવર્ણથી નીપજાવેલા વિચિત્ર દંડથી એ ચામરો શોભે છેઃ એવા પ્રકારના લાલિત્યે કરીને યુક્ત ચામરે રાજાની લક્ષ્મીના સમુદાયને પ્રકાશિત કરે છે; મોટાં નગરમાં નીપજતા અને સમૃદ્ધ રાજાઓ વડે સેવાતા, કાળું અણ (કલાગુરૂ) અને શિલારસા