________________
૪૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અજાણુ માણસોને રાજાના સેવકેની પાસે લઈને તેમને સોંપવામાં આવે છે. " તે રાજસેવકે કેવા છે ? વધશાસ્ત્રના પાઠક, અન્યાયના વ્યસની,તેવા કર્મો કરનારા, લાંચ લેનારા, ફૂડ-કપટ કરનારા, વેશ-ભાષા બદલે કરનારા, માયા-કપટથી ઠગવામાં સાવધાન, અનેક પ્રકારે અસત્ય બોલનારા, પરલોકના વિચારથી વિમુખ, નરકગતિએ જનારા એ રાજકિંકોની આજ્ઞાથી ચોર લોકેના દુષ્ટાચરણની સજા તુરત નગરમાં જાહેર કરવામાં આવે છે. નગરમાં ત્રણ માર્ગને ચોક, ચાર માગને ચેક, અનેક માર્ગને ચેક, રાજમાર્ગ, સામાન્ય માગ હોય છે, તેની વચ્ચે નેતરને સેટે, લાકી, કાષ્ટદંડ, ડાંગ, દંડકે, મૂઠી, લાત, પગની પાની, ઘૂંટણ, કેણી વગેરેના પ્રહારો કરી ચેરના શરીરનાં ગાત્રે ભાંગવામાં–મવામાં આવે છે. તે વખતે એ અઢાર પ્રકારનાં ચૌર્ય કર્મ કરનારાનાં અંગોપાંગ ભાગી જવાથી તેઓ પીડા પામે છે, કરૂણાજનક સ્થિતિમાં આવી પડે છે, તૃષાથી કંઠ-હઠ-તાળવું અને જીભ સુકાઈ જવાથી પાણીની યાચના કરે છે, જીવવાની આશા નાશ પામે છે. એવા તૃષાતુર રાંક બાપડા પાણી પણ પામતા નથી, ત્યારે તે ચાર લેકેને કઈ પાણી પાવા આવે તે રાજપુરૂષે તેમને પાણુ પાતાં અટકાવે છે. કઠીન બંધને બાંધેલા, ક્રૂર રીતે પકડી રાખેલા, નાસી ન જાય તે માટે હાથે બાંધેલા, ટુંકું કપડું પહેરાવેલા, મારી નાંખવા માટેના નિશ્ચય રૂપે કંઠમાં રાતાં કરેણનાં ફૂલની