________________
બિ૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નિષ્ફળ જાય છે, તે આશાપાશથી બંધાયેલા પ્રાણીઓ - જગતમાં મુખ્ય મનાતી ધનપ્રાપ્તિ અને કામગની પ્રાપ્તિ મેળવવાને માટે બહુ ઉદ્યમ કરે છે, પરંતુ તેમાં નિષ્ફળ થાય છે જે ઉદ્યમ કરવા છતાં મહાકાલેશે કરીને સિધાન્સ ડે પણ સંગ્રહ કરી શકતા નથી; હમેશાં દ્રવ્યથી રહિત, અસ્થિર ધનધાન્યભંડારના ઉપભેગથી રહિત, કામ–ભેગથી અને સર્વ સુખથી રહિત, અને બીજાની લક્ષમી-ભોપભોગના સાધનને આશ્રય શોધનારા હોય છે તે બાપડાઓ પરવશે-ઈચ્છા વિના દુઃખ ભોગવે છે, સુખ તથા નિવૃત્તિને પામતા નથી, અને અત્યંત સેંકડે પ્રકારનાં દુઃખથી દાઝે છે.
' પરદ્રવ્યના હરણથી જેઓ નથી નિવર્યા, તેઓ અદનાદાનને ફળવિપાક આ લોક અને પરલોકમાં અ૫ સુખ અને બહુ દુઃખ રૂપે ભોગવે છે. તે મહા ભયનું કારણ છે, કમરૂપી મેલને ગાઢ રીતે ઉત્પન્ન કરે છે. તે રૌદ્ર, કઠોર, અશાતાનું કારણ છે અને હજારો વર્ષે પણ ભગવ્યા સિવાય ન છૂટાય તેવું કર્મ છે. તે ભગવ્યે જ છૂટકે થાય છે. એ પ્રમાણે શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાત્મા વીતરાગ મહાવીર સ્વામીએ કહ્યું છે. એ પ્રમાણે આસવ દ્વારનું ત્રીજું અધ્યયન અદત્તાદાન વિષેનું,