________________
અબ્રહ્મચર્ય
પલ
કિન્નર, કિંજુરીસ, મહારગ, ગંધર્વ એ ૧૬ તછી લોકમાં રહેનારા દેવે તેનું સેવન કરે છે. તિષી, વૈમાનિક, મનુ ષ્યગણ, જલચર, સ્થલચર, ખેચર, મોહથી આસક્ત ચિત્તવાળા થાય છે, વિષયતૃષ્ણા સહિત છે, કામગના તૃષાતુર છે, બળવાન અને મેટી વિષયતૃણાથી પીડિત થયા છે, વિષયથી ગુંથાઈ ગયા છે, અતિ મૂચ્છિત થયા છે, અબ્રહ્મચર્યમાં ખુંચેલા છે, અજ્ઞાન ભાવે કરીને યુક્ત છે, દર્શન અને ચારિત્ર મોહનીય કમરૂપી પિંજરમાં પુરાયા છે. અબ્રહ્મચારી ચકવતી.
હવે અબ્રહ્મચર્ય સેવનારાઓ વિષે વિસ્તારથી કહે છે. તેઓ અન્ય અન્ય કામગનું સેવન કરે છે. ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવતાઓ, તિર્યંચ અને મનુષ્ય કામગમાં આસક્તિથી ચિત્ર-વિચિત્ર ક્રીડા કરે છે. વળી દેવ તથા રાજાઓને પૂજનિક એવે ચકવર્તી પણ અબ્રહ્મચર્યને સેવે છે. (હવે એ ચક્રવર્તીની અદ્ધિ આદિનું વર્ણન કરે છે). જેવી રીતે દેવતાઓ દેવલોકમાં વિરાજે છે તેવી રીતે ચકવર્તી ભરતક્ષેત્રમાં વિરાજે છે. એ ભરતક્ષેત્રમાં પર્વત, નગર, વણિકવાસ, જનપદ (દેશ), પુર, જળ-સ્થળના પંથ, માટીના કેટવાળાં ગામ, ગામડાં, મડપ(દૂર-દૂર આવેલાં ગામ), સંવાહ-(ધાન્યાદિના સંગ્રહ માટેનાં કિલ્લા), પાટણ, એવાં હજારો સ્થાને આવી રહેલાં છે, એવી પરચકના ભયથી રહિત પૃથ્વીને એક છત્રે સાગરસહિત ભગવતે ચક્રવર્તી નગરમાં સિંહ જે, મનુ