________________
અદત્તાદાન
૪૭
દે છે, સોય ચે છે, લાકડાની પેઠે છેલે છે, એ પ્રમાણે તેમને પીડા ઉપજાવે છે, ખાર, લીંબડે, મરચાં વગેરે તેમના નાકમાં ઘાલે છેઃ એમ સેંકડે પ્રકારનાં કષ્ટ તેમને પમાડવામાં આવે છે. છાતી ઉપર મેટું લાકડું મૂકીને તેમને કષ્ટ આપવામાં આવે છે, પછી લાકડાને આઘું પાછું કરીને તે વડે તેમનાં હાડ-પાંસળાં ભાગવામાં આવે છે. વળી તેમને ગળે બાંધે છે, લેહના દંડ વડે છાતી, પેટ, ગુદા, પૂંઠ ઉપર પ્રહાર કરી તેમને પીડે છે, હૃદયને મદે છે, અને તેમનાં અંગોપાંગને ભાગી નાંખે છે. ઉપરીના હુકમથી કેટલાક સેવકે નિરપરાધીને પણ શત્રુભાવથી જમની પેઠે પીડે છે. તે મંદભાગી અદત્તનું હરણ કરનારાઓને ચપેટા મારે છે, ચામડાના દેરડાથી મારે છે, લેહના સળીયાથી મારે છે, નાના-મોટા ચામડાના ચાબૂકથી મારે છે, નેતરની સેટીથી મારે છે. એ પ્રકારે સેંકડો પ્રહારથી અંગેપગે માર સહન કરતા બાપડાઓ લબી ગએલી ચામડીવાળા અને ઘાથી પીડા પામતા છતાં ચોરીના પાપને છોડતા નથી. અનેક પ્રકારનાં શસ્ત્ર કરીને માર પડવાની, લેહમય બેના બંધને ગાત્ર બંધાવાની અને ભંગાવાની, શરીરની હાજત બંધ કરવાની ઇત્યાદિ બહુવિધ વેદના એ પાપી જને પામે છે. એ રીતે મળી ઈદ્રિવાળા, વિષયાસક્ત, અતિ મોહમુગ્ધ, પરધનમાં લુબ્ધ, સ્પર્શેન્દ્રિયના વિષયમાં અને સ્ત્રીમાં તીવ્ર આસક્તિવાળા, સ્ત્રીના રૂપ-શબ્દ-રસગંધમાં મનવાંછનાવાળા, ભેગની તૃષાવાળા અને ધન હરવામાં આનંદ માનનારા, એ બધા ચોરી કરવાના ફળના