________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અને રૂપના સમૂહને જીવ કહે છે. કેટલાક મનજીવિકામત. વાળાઓ મનને જ જીવ કહે છે. કેટલાક શ્વાસને જીવ કહે છે. કેટલાકે કહે છે કે આ શરીરજ માત્ર આદિ અને અંત છે (પૂર્વજન્મ અને પુનર્જન્મ કાંઈ છે જ નહિ, આ ભવ છે તે એક જ ભવ છે, તે ભવને નાશ થતાં જ સર્વને નાશ થાય છે. તેટલા માટે (પરલેક ઇ. નથી તે માટે ) કેટલાક મૃષાવાદીઓ કહે છે કે દાન, વ્રત, પૌષધ, તપ, સંયમ, બ્રહ્મચર્ય આદિનું ફળ કલ્યાણકારક છે એવું કાંઈ નથી. વળી તેઓ કહે છે કે, હિંસા, જૂઠ, ચેરી, પરદારસેવન, પરિગ્રહ એ પાપકર્મો નથી, તેમજ નરક-તીર્થચ-મનુષ્યની નિમાં ઉત્પન્ન થવાપણું નથી અને દેવલોકમાં કે સિદ્ધગતિમાં જવાપણું નથી; મા-બાપ પણ નથી; ઉદ્યમ કરવાપણું નથી; પ્રત્યાખ્યાનની જરૂર નથી; કાળ નથી કે મૃત્યુ પણ નથી; તેવી જ રીતે અરિહંત, ચકવત, બળદેવ, વાસુદેવ પણ નથી; કેઈ ઋષિ-મુનિ પણ નથી; ડું કે ઝાઝું ધર્મ-અધર્મનું ફળ પણ નથી; માટે એમ જાણુને-ઇંદ્રિયને અનુકૂળ સર્વ પ્રકારના વિષયે ભેગવવાની ક્રિયામાં કાંઈ પાપ નથી કે અક્રિયામાં નિર્જરા નથી. એ પ્રમાણે નાસ્તિકે, વામ લેકમાર્ગીઓ કહે છે. કુદશનીઓ અને અસદ્ભાવવાદીઓ (અછતા પદાર્થોને પ્રરૂપનારાઓ) અને મૂઢ લોકે બીજું એવું પણ કહે છે કે આ જગત ઈંડામાંથી પિતાની મેળે જગ્યું છે. એ પ્રમાણે તેઓ અસત્ય પ્રરૂપણ કરે છે. વળી કેટલાકે કહે છે કે પ્રજાપતિ (બ્રહ્માએ) આ જગત બનાવ્યું છે, કેટલાક ઈશ્વરને જગત્કર્તા કહે છે, કેટલાકે આ જગતને વિષ્ણુમય માને છે, કેટલાકે પંચભૂતમાંથી આ જ