________________
મૃષાવાદ
૨૯
પાપકર્મના મૂલરૂપ વચન, અસમ્યક્ પ્રકારે દેખેલું અને અસ
મ્ય પ્રકારે સાંભળેલું હોય એવું વચન, અવિચાર્યું વચન, નિર્લજજ વચન, લેકનિઘ વચન, જે વચનેથી અત્યંત વધ-બંધન અને પરિતાપ ઉત્પન્ન થાય તેવાં વચન, જરામરણ–દુઃખ-શોકના કારણરૂપ વચન અને અશુદ્ધ પરિણામે મલીન એવાં વચન બેલે છે. વળી ખોટા અભિપ્રાયમાં પ્રવતેનારા, અછતા ગુણને બોલનારા, છતા ગુણને ઉડા મૂકનારા, હિંસા વડે જીવને નાશ થાય તેવું વચન બેલનારા, મૃષાવાદયુક્ત વચન બોલનારા, સાવદ્ય (પાપકારી)-અકુશલ અને સાધુજનેથી નિંદાયેલું વચન બોલનારા અને અધર્મજનક બોલનારાઓ પણ મૃષાવાદી છે. તે ઉપરાંત પુણ્યપાપના અજાણ, અધિકરણ–સાધનથી થતી ક્રિયાના પ્રવતંક, પિતાને અને પર અનર્થ તથા વિનાશના કરનારા એ બધા મૃષાવાદી છે. હિંસક મૃષાવાદીએ.
બીજા કેટલાકે ભેંસો, ડુક્કરે, વગેરેના ઘાતકેને (તેમના સ્થાનની) ખબર આપે છે, તેમજ સસલાં, જંગલી પશુઓ, રેઝ વગેરેની ખબર વાઘરીઓને આપે છે તે ઉપરાંત પારધીને (શિકારીને) તેતર, બટે, લાવા, કપિંજલ, કબૂતર વગેરે પક્ષીઓની જાણ કરે છે; વળી માછીમારને માંછલાં, મગર અને કાચબા વગેરેની ખબર આપે છે, શંખ, કેડા વગેરે જીવડાંની ખબર ધીવરને આપે છે; અજગર, ફેણરહિત સર્પ, મંડલીક સર્પ, ફેધર સર્પ, મુકુલીન સપ