________________
મૃષાવાદ
२७
ગત્ પોતાની મેળે બન્યું છે એમ માને છે. કેટલાકે એવી મિથ્યા વાત પ્રરૂપે છે કે જગતમાં એકજ આત્મા વ્યાપી રહેલો છે, તે સુકૃત-દુષ્કતને કર્તા નથી પણ ભેક્તા છે; ઇદ્રિજ સર્વથા સુકૃત-દુષ્કૃતના કારણરૂપ છે; સર્વ પ્રકારે નિત્ય, કિયારહિત, ગુણ (ત્રિગુણ) રહિત અને કર્મબંધનના લેપરહિત એ જગતમાં એકજ આત્મા છે. વળી કેટલાક એ મૃષાવાદ કરે છે કે જે કાંઈ આ મનુષ્ય લોકમાં સુકૃત –દુષ્કૃતનાં ફળ દેખાય છે તે અણચિંતવ્યાં નીપજે છે અથવા સ્વાભાવિક રીતે જન્મે છે અથવા દૈવપ્રભાવથી (ભાવિભાવ) ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રાણીએ પોતે કરેલા ઉદ્યમનું ફળ એ નથી. એ પ્રમાણે ભવિતવ્યતાવાદીઓ પરમાર્થના સ્વરૂપનું લક્ષણવિધાન કરે છે. એ પ્રમાણે કેટલાકે પ્રરૂપે છે.
[એ સર્વ અન્યમતિ મૃષાવાદીઓના પ્રકારે કહ્યા. હવે ગૃહસ્થ મૃષાવાદીઓના પ્રકારે કહે છે. ] ગ્રહw મૃષાવાદીઓ.
દ્ધિગર્વ, રસગર્વ અને શાતાગર્વમાં તત્પર એવા ઘણા લેકે જેઓ ધર્મક્રિયા કરવામાં આળસુ છે તેઓ ધર્મની વિચારણામાં મૃષા બોલે છે. બીજા લેકે અધર્મ" અંગીકાર કરતાં રાજ્યની વિરૂદ્ધ જૂઠાં આળ ચડાવે છે અને ચોરી નહિ કરનારને ચેર કહે છે; સમભાવી અને સરલ માણસને કજીયાખોર કહે છે; સુશીલવંત માણસને દુઃશીલવંત કહીને તે પરદારાગામી છે એવું કહી આળ ચડાવી મલીન કરે છે; વિનયવંતને દુવિનીત કહે છે. બીજા દુષ્ટ મનુષ્ય પરની કીર્તિને નાશ કરતાં કહે છે કે “એ તે પિતાના