________________
વને કે તિની જ છે.
૨૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મિત્રની સ્ત્રીનું સેવન કરે છે. કેટલાકે બીજાઓને ધર્મભ્રષ્ટ, વિશ્વાસઘાતી, પાપકર્મી, લેકવિરૂદ્ધ કર્મ કરનાર, અગમ્ય એવી સ્ત્રીઓ (બહેન-પુત્રી આદિ) સાથે દુષ્ટાચાર સેવનાર, દુરાત્મા, બહુપાતકી કહે છે, અને એ રીતે ભલા પુરૂ
ને મત્સરધારી મનુષ્ય અવગુણયુકત કહે છે. તે લેકે પિતાની કીતિની વાંછનાવાળા અને પરલોકના સુખની વાંચ્છના વિનાના હોય છે. એવાં જૂઠાં વચન બેલવામાં હેશિયાર અને બીજાને દેષિત ઠરાવવામાં આસક્ત મનુષ્પો જેઓ અણુવિચાર્યા વચને બેલે છે અને જેઓનું મુખ તેમના શત્રુરૂપ છે તેઓ પોતાના આત્માને અક્ષય દુઃખનાં બીજ એવાં કર્મોના બંધને કરીને વીંટે છે. વળી એવા કે પારકી થાપણ પચાવી પાડવા જૂઠું બોલે છે, પારકા ધનને વિષે આસક્ત હોઈ લેભને વશ વર્તતા થકા બીજાઓ ઉપર અછતા દેનું આપણું કરે છે, જૂઠી સાક્ષી પૂરે છે, આત્માનું અહિત કરનાર એવા ધનને અર્થે જૂઠું બોલે છે, કન્યાને અર્થે જૂઠું બોલે છે, ભૂમિને અર્થે જૂઠું બોલે છે, તેમજ ચૌપદાદિ-જાનવને અર્થે જૂઠું બોલે છે એવું મટકું જૂઠું બોલનારાઓ અધગતિને પામે છે. અન્યતર મૃષાવાદીઓ
એ સિવાયના બીજાઓ પણ વિવિધ પ્રકારે જૂઠું બોલે છે. કેટલાકે જાતિ-કુળ-શીલ વિષે કપટપૂર્વક જૂઠું બોલે છે. ચપળ મનુષ્ય (અસ્થિર સ્વભાવવાળાઓ) આઘું પાછું બોલે છે, ચાલ કરે છે, પરમ અર્થરૂપ મુક્તિનાં ઘાતક એવાં - વચન લે છે. કેટલાકે અછતું, દ્વેષયુક્ત, અનર્થકારી,