________________
મૃષાવાદ.
૩૧
બીજાના બળને તોડવા સમજાવવું, ગામ ભાંગવાં-વન બાળવાં–તળાવ ફેડવાં વગેરે દુષ્કર્મો શીખવવાં, કેઈની સારી બુદ્ધિને અથવા વિષાદિને નાશ કરતાં શીખવવું. આ પ્રમાણે ઉપદેશ આપનારાઓનું કાર્ય ભય, મરણ, કલેશાદિ દેષને ઉપજાવનાર છે, મનના ભાવને કલેશયુક્ત અને મલીન કરનાર છે.એવા પ્રકારનાં ઉપદેશવચને પ્રાણીને ઘાત તથા પરંપરાએ વિનાશ કરાવવાવાળાં છે અને તે બધાં હિંસાકારી વચને પાપની ઉદીરણ કરનારાં છે. પૂછયે કે વગરપૂછયે પારકી વાતની ચિંતા કર્યા કરે અને અણુવિચાર્યું બાલ્યા કરે તે મૃષાવાદ છે. વળી ઉપદેશ આપે કે ઉંટ, બળદ, રેઝ વગેરે જનાવરેને દમ-કામ કરતાં શીખવો કારણકે હવે તે જુવાન થયાં છે, ઘોડા, હાથી, બકરાં, કુકડાને ભાડે ફેર, વેચે, વેચાતા લેવરાવે, (પક્ષી આદિકને) રાંધે, સગાં-સંબંધીઓને તે આપ, મદિરાદિ પાઓ, દાસ-દાસી, ચાકર, ભાગીદાર, શિષ્ય, ખેપીયા, કામગરા, કિંકર, એવા બધા સ્વજન-પરિજને કેમ નવરા બેઠા છે, કેમ કામ બતાવતા નથી, તમારી સ્ત્રી કેમ નવરી બેઠી છે અને કામ કરતી નથી, ગહન વન, ધાન્ય વાવવાનાં ખેતર, અણખેડ્યાં ખેતર તથા બીજાં ખેતરમાં બહુ ઘાસ ઉગી નીકળ્યું છે માટે તેને બાળે, વાઢી નાંખો, વૃક્ષને કાપી નાંખીને તેનાં યંત્ર, વાસણ, અને બીજા બહુવિધ સાધન બનાવે; શેરડને કાપીને પલા, તલને પીલા, ઘરને અર્થે ઇંટે પડા, ખેતર ખેડે અને ખેડા, જંગલમાં ગામ, નગર, ગામડાં, કવડ (નાનું નગર), વાસ વગેરે વસાવે; ઘણી વિશાળ સીમામાં