________________
અદત્તાદાન
૩૯
છવાયલા માર્ગમાં પ્રવેશ કરે છે. વળી આકાશમાં અનેક ધનુષ્ય-માણુ-તવારા-ત્રિા-ખરછીઓ ઉછળી રહી છે તેમાં ચાન્દ્રાએ ડાબે હાથે ઢાલ લઇને, મ્યાનમાંથી જળહળતી તલવારા બહાર કાઢીને પ્રહાર કરવા પ્રવૃત્ત થાય છે. ભાલાં, ખાણુ, ચક્ર, ગદા, કાહાડા, મૂશળ, હલ, ત્રિશૂળ, લાકડી, ભીંડીમાલ (એક જાતનું છરા જેવું હથિયાર), મેટા ભાલા, પટ્ટીશ, ચામડે વીંટેલા પત્થર, ઘણુ, મુઠ્ઠી પ્રમાણ પાષાણુ, સુગર, ભાગળ, ગાણના ગાળા, ટક્કર, ભાથાં, કુવેણી (મગધ દેશનું એક જાતનું શસ્ત્ર), આસનરૂપી શસ્ર, તત્વાર, ઇત્યાદિ જળહળતાં શસ્ત્રો શત્રુ પ્રત્યે તેઓ ફ્રેંક છે ત્યારે આકાશ વીજળીના પ્રકાશની પેઠે ક્રાન્તિમાન અને છે. વળી રણભૂમિને વિષે શંખ, ભેરી, દુંદુભિ, તૂરીના સ્પષ્ટ ધ્વનિથી અને પડહુ વાગવાથી જે ગંભીર શબ્દો થાય છે તેથી શૂરાઓ હર્ષિત થાય છે અને એ ભયંકર અવાજથી કાયરા ખીહે છે. હાથી, ઘેાડા, રથ, સુશને ઉતાવળે ચાલવાથી જે રજ ઉઠે છે તેનાથી છવાયલા અત્યંત અધકારથી કાયર જનાનાં નેત્ર અને હૃદય આકુળવ્યાકુળ અની જાય છે. શિથિલપણે કરીને ચંચળ એવા શિખરવાળા મુકુટા, કિરિટા, કુ’ડલા, નક્ષત્રમાળા (કંઠમાં પહેરવાનું આભરણ)થી શાલતા અને વિજયધ્વજ, વૈજયન્તી પતાકા, વીંઝાતા ચામર તથા છત્રાવાળા (સુલટા) પણુ ગહન અંધકારમાં ડૂબી જાય છે. ઘેાડાના હહણાટ, હાથીના ગુલગુલાટ, રથના ધણધણાટ, પાયદળ લશ્કરના હર-હરજી એવા ધ્વનિ, ખભા ઉપર ભુજાના થાપાટા, સિંહના જેવા