________________
મૃષાવાદ
૨૫,
ક્ષણે ક્ષણે નવા ભાવવાળા, ક્રોધ, લોભી, બીજાને ભય ઉપજાવનારા, મશ્કરી ખેર, સાખીયા (હાજી હા કરનારા), ચેર, માંગણહારા, માંડવીયા, જીતેલા જુગારી, ગીરે રાખનાર, માયાવીયા, ખોટા વેશધારી, માયાવી વેશ કરનારા, વાણિજ્યકાર, ખાટું તળનારા, હું માપનારા, ખોટા સીક્કા ચલાવી આજીવિકા ચલાવનારા, વણકર-સોની-છીપાબંધારા વગેરે, ઠગારા, હેરૂ (ગુપ્ત ચાર-જાસૂસ), મુખ-મંગળીયા (ભાટ-ભાંડ), કેટવાળ, જાર કર્મ કરનાર, દુષ્ટ વચન બોલનારા, ચાયા, ત્રણને નાકબૂલ કરનારા, પહેલું વચન બેલવામાં ચતુર (કે જે વચનને પાછળથી ફેરવી તળાય), સાહસિક માણસે, તેછડા માણસે, અસત્ય હેતુવાળા, અદ્ધિ વગેરેના ગર્વવાળા, અસત્યને સત્ય તરીકે સ્થાપનારા, અહંકારી, અનિગ્રહી, નિરંકુશ, સ્વછંદી, જેમ-તેમ બોલી નાંખનારા, એ બધા જૂઠું બોલનારા હોય છે. જેઓ જૂઠથી નિવર્યા નથી તેઓ પણ મૃષાવાદી છે. અત્યંમતિ મૃષાવાદીઓ
તે ઉપરાંત નાસ્તિકવાદી તથા લોકસ્વરૂપને વિપરીત કહેનારાઓ છે, કે જેઓ એમ કહે છે અને સાંભળે છે કેજીવ કે અજીવ કાંઈ છે નહિ, જન્મ-જાતિ કશું છે નહિ, ઈહિલેક-પરલેક નથી, જીવને પુણ્ય કે પાપ કાઈ લાગતાં -વળગતાં નથી અને તેનાં ફળરૂપે સુખ-દુખ મળે છે એમ પણ નથી, પંચ મહાભૂત એકઠાં થવાથી જ માત્ર શરીર ઉત્પન્ન થયું છે અને તે માત્ર વાયુના રોગથી સહિત છે. કેટલાકે પાંચ કંધને એટલે કે વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર