________________
૧૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ભાલા-પરશુના પ્રહાર કરીને નારકીના દેહને કાપે છે, વાંસલેથી અંગ-ઉપાંગને છેદે છે, કડકડતા ઉના ક્ષાર સિંચીને ગાત્રને બાળે છે, ભાલાની અણીએ ભેંકીને શરીરને જર્જરિત કરે છે, ભેંય ઉપર પાને રગદળે છે, અને તેમનાં અંર્ગોપાંગ સૂજી જાય છે. વળી નરકમાં નહાર, કૂતરા, શીયાળ, કાગડા, બિલાડાં, અષ્ટાપદ, ચિત્રા, વાઘ, સિંહ, એવાં મદેન્મત્ત જાનવર જે સદા ભેજનરહિત હોઈ ક્ષુધાથી પીડાઈને અતિ ઘર અને બીહામણું શબદ કરે છે અને જેમનાં રૂપ અત્યંત બીહામણું છે, તેઓ નારકીને - પગ વચ્ચે ઘાલીને પિતાની આકરી દાઢથી તીવ્ર રીતે ડંખે છે, ખેંચે છે, તીવ્રનખે કરીને તેમને ફાડે છે, અને તેમના દેહને વિદારીને દિશા-દિશામાં ફેંકી દે છે; તેથી તેમનાં અંગના સાંધા ઢીલા થઈ જાય છે અને અંગોપાંગ વ્યાકુળ થઈ જાય છે. તે નારકીના શરીરને કંક, કૂર ગીધ, ઘર અને મોટા કાગડા જેવા પંખીઓનો સમૂહ પોતાના કર્કશ, નિશ્ચલ અને આકરા નખ કરીને ચુંટે છે અને લોહમય ચાંચે કરીને તેમને પકડે છે. એ પંખીઓ આકાશમાંથી ઉતરી આવીને તેમને પાંખે કરીને મારે છે અને તીવ્ર નખે કરીને જીભ તથા આંખ ખેંચી કાઢે છે, નિર્દયપણે ત્વચાને ઉતરી નાંખે છે, અને તેમના મુખને પહોળા કરીને ભાગે છે. એટલે એ નારકીઓ આકંદ કરતા ઉંચા ઉછળે છે, નીચા પડે છે અને ચારે બાજુએ પારભ્રમણ કરે છે. પૂર્વ કર્મના ઉદયથી તેઓ પશ્ચાત્તાપ કરે છે, બળે છે, અને પિતાને નિંદે છે.