________________
હિંસાકર્મ
ધામીએ તેમને તવારની ધાર સરખાં પાંદડાંના વનમાં, દર્ભના વનમાં, અણઘડ-અણુદાર પત્થરના રણમાં, અણુદાર શુળોના જંગલમાં, ખારની ભરેલી વાવમાં, ઉકળેલા કથીરરસની વેતરણું નદીમાં, કદંબ પુષ્પ સરખી ચળકતી રેતીમાં, પ્રજ્વલિત ગુફાકંદરામાં ફેંકે છે. તેથી તેઓ મહા પીડા પામે છે. અતિ તત કાંટાવાળા ધૂસરા સહિત રથે નારકીઓને જેને તપાવેલા લેહમાગ ઉપર પરાણે પરમાધામીઓ ચલાવે છે, અને ઉપરથી નાના પ્રકારનાં શસ્ત્ર કરીને તેમને માર મારે છે. તે શસ્ત્રો કેવાં છે? મુદ્દગર, સુસુંઢિ (એક જાતનું લોહનું હથિયાર), કરવત, ત્રિશુળ, હળ, ગદા, મુશલ, ચક્ર, ભાલ, બાણ, શૂળી, લાક, છરે, લાંબે ભાલે, નાળ, ચામડામાં મઢેલે પત્પર, મુગરાકાર હથીયાર, મુષ્ઠિ જેવડે પત્થર, તલવાર, ખેડગ (એક જાતનું શસ્ત્ર), તીર, લેહનું બાણ, કણગ (એક જાતનું બાણ), કાતરણું, વાંસલો, પરશુ, અણીદાર ટંક, એવાં અતિ તીક્ષણ, નિર્મળ, ચકચકાટ કરતાં અનેક પ્રકારનાં ભયંકર શસ્ત્રો વિક્રેય બનાવીને અને સજજ કરીને પૂર્વ ભવના વિરભાવથી નારકીઓ અંદરોઅંદર મહાન વેદના ઉપજાવે છે, સામા થઈને એક બીજાને મારે છે, મુદગરના પ્રહારે એક બીજાને ચૂર્ણ કરે છે, મુસુંઢિએ કરીને ભાગે છે, દેહને કચડી નાંખે છે, યંત્રે કરીને પીલે છે, તરફડતા દેહને હથીયારે કરીને કાપે છે. કેટલાક નારકીની ચામડી ઉતરપ્લે નાંખે છે, કાન-હઠ-નાકને મૂળમાંથી કાપી નાંખે છે, હાથ-પગ છેદી નાખે છે, તત્વાર-કરવત-અણીદાર