________________
૧૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા વગેરે નથી. આ નરકગ્રહો મેદ, ચરબી, માંસ, પરૂ, લેહીથી મિશ્રિત અને દુર્ગધમય, ચીકણુ તથા સી ગએલા કાદવથી વ્યાપ્ત છે. ત્યાં ખેરનાં લાકડાંના જે જાજવલ્યમાન અને રાખથી ઢંકાયેલા જે અગ્નિ છે. એ નરકગૃહને સ્પર્શ તત્વાર, છરે, કરવતની ધાર જે તીક્ષણ, વીંછીના આંકડાના ડંખ જે અતિ દુઃખકર છે. એવા નરકમાં જીવ રક્ષણ વિનાનો, શરણ વિનાને, કડવાં દુઃખે કરી પીડા પામતે, પૂર્વે બાંધેલાં કર્મોવાળા હાઈ વેદના ભગવ્યા કરે છે. નરકમાં પરમાધામી દેવે વ્યાપી રહેલા છે. નારકી અને અંતર્મુહૂર્તમાં વૈકિય-લબ્ધિ વડે કરી બેડેળ, બીહામણું અને હાડકાંનસ-નખ-રેમથી રહિત શરીર પ્રાપ્ત થાય છે. ત્યારપછી પાંચ પર્યાય અને પાંચ ઇન્દ્રિય પરિપૂર્ણ વિકસે છે અને તે વડે અશુભ વેદનાએ ભેગવે છે. તે વેદના અત્યંત આકરી, પ્રબળ, સર્વ શરીરવ્યાપી, ત્રણ ચોગમાં વ્યાપેલી, છેવટ સુધી રહેનારી હોય છે.
વળી તે વેદના તીવ્ર, કર્કશ, પ્રચંડ, બીહામણી, અને દારૂણ કેવી હોય છે તે હવે કહે છે. લેહીની મેટી હાંડલીમાં રાંધવું, સેકવું, તાવમાં તળવું, ભઠ્ઠીમાં ભુજવું, લેઢાની કડાઈમાં ઉકાળવું, બલિદાન દેવું (દેવી આગળ બકરીવત્ ), ખાંડવું, શામલી વૃક્ષના તીણું લોહકંટક જેવા કાંટા ઉપર રગદેળવું, ફાડવું, વિદારવું, માથાને પાછળ નીચું નમાવી બાંધવું, લાકથી ફટકા મારવા, ગળામાં બળાત્કારે ફાંસી નાંખીને હીંચોળવું,