________________
હિંસાકમ
પાપ ઉપર રૂચિવાળા, પ્રાવધ કરીને આનંદ માનનારા, જીવહિંસાને અનુષ્ઠાન માનનારા અને પ્રાણહિંસાની કથા. વાર્તા સાંભળવામાં સંતોષ ધરાવનારા હેય છે. હિંસાનાં ફળ,
તે પાપનાં ફળ તેમાં આનંદ માનનારને બહુ પ્રકારે ભોગવવાં પડે છે. અજ્ઞાનપણે એ કરેલાં પાપનાં ફળ નરકાદિના દુઃખકારક અને ભયંકર હોય છે. ઘણા કાળ સુધી અવિશ્રાન્તપણે અનેક પ્રકારથી નરક અને તિર્યંચની ગતિમાં વેદનાને અનુભવ એ પાપ કરાવે છે. આયુષ્ય પૂરું થયે એ જ ઘણાં અશુભ કર્મોને યોગે નરકમાં ઉત્પન્ન થાય છે. એ પાપી છે શીઘ મહાનરકમાં ઉત્પન્ન થાય છે. નરક્યાતનાનું વર્ણન.
એ નરક કેવી છે? તેને વામય ભીતે છે, અતિ પહેલી છે, સાંધા વિનાની છે, દ્વાર વિનાની છે, કઠોર ભૂમિનાં તળીયાં છે, તેને સ્પર્શ કર્કશ છે, ઉંચી-નીચી વિષમ ભૂમિ છે. એ નરકગ્રહ બંધીખાનાં જેવાં છે. તે અત્યંત ઉષ્ણ, હમેશાં તસ, દુર્ગધી, સડેલાં પુદ્ગલવાળાં, ઉગજનક અને ભયંકર દેખાવવાળાં છે. તે નરકગ્રહ શીતળતામાં હીમના પડળ જેવાં છે, કાન્તિએ કાળાં છે, ભયંકર છે, ઉંડાં-ગહન છે, જેમાંચકારક છે, અરમણીય છે. અનિવાર્ય રેગ અને જરાથી પીડાયલા નારકી નું એ નિવાસસ્થાન છે. ત્યાં હમેશ તિમિર ગુફા અને અંધકાર વ્યાપેલે છે. ત્યાં પરસપર ભય રહે છે. ત્યાં