________________
હિંસાકમ
આસવ દ્વાર
અધ્યયન ૧ લું
હિંસાકર્મ પ્રથમ અધ્યયનનાં પાંચ દ્વાર કહેલાં છે, તે પાંચ દ્વાર આ પ્રમાણે –(૧) પ્રથમ દ્વારમાં હિંસાનું શું સ્વરૂપ છે તે કહેલ છે; (૨) બીજા દ્વારમાં હિંસાનાં નામ કહેલ છે; (૩) ત્રીજા દ્વારમાં જે જે કારણોથી હિંસા થાય છે તે કારણે કથેલ છે; (૪) ચેથા દ્વારમાં હિંસાથી જે પરિણામ આવે છે તે હિંસાનાં ફળ સમજાવેલ છે; અને (૫) પાંચમા દ્વારમાં જે પાપી જને પ્રાણવધ કરે છે તેઓનું સ્વરૂપ સમજાવેલ છે. એ પાંચ પ્રકારના દ્વારવાળા આ અધ્યચનમાં આસવનું સ્વરૂપ કહું છું તે સાંભળે. (એમ શ્રી સુધમાં સ્વામી શ્રી અંબૂ સ્વામી પ્રત્યે કહે છે). હિંસાનું સ્વરૂપ.
શ્રી જિનેશ્વરદેવે એ પ્રાણવધને હમેશાં પાપકારી અર્થાત્ પાપપ્રકૃતિનું બંધન કરવાવાળે, ચંડ કોધના કારણરૂપ, રૌદ્ર-ભયંકર, ક્ષુદ્ર-દ્રોહ કરનાર, સાહસિક, વગર વિચાર કરેલો, અનાર્ય–સ્વેચછાદિકેએ પ્રવર્તાવેલો, નિધૃણ-પાપની સુગંછા વિનાને, શંસ-કૂર અથવા સૂગરહિત, મહા ભયકારી, પ્રતિભય-બીજાઓને ભય ઉપજાવણહાર, અતિભય-મારણાંતિક ભયને કરનાર, ભયાનક-પ્રાણી