Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
શ્રી કલ્પસૂત્રસ્ય લાવમેધ:
હવે પુસ્તકારૂઢ થયું, તે કહે છે. શ્રીમહાવીર ભગવાનથી નવશેાંને એંશી વર્ષે થયું તથા નવશે ચાણું વર્ષે આનદપુર નગરને હમણાં વડનગર કહે છે, તિહાં ધ્રુવસેનરાજા રાજ્ય કરતા હતા; તેને અત્યંત વલ્લભ સેનાંગજનામે એક પુત્ર હતા, તે દૈવયેાગે મરણ પામ્યા. પછી પયૂષણુ આવ્યા થકી રાજા અત્યત શાકાક્રાંત થયેા હતા, તેમાટે ધર્મશાલાને વિષે પશુ ન આવે, તેથી જેમ રાજા ચાલે, તેમ પ્રજા પણ ચાલે, એવા હેતુથકી ખીજાશેઠ વ્યવહારિયા પ્રમુખ જે લાક હતા, તે પણ ધર્મશાલાને વિષે ન આવે. એવેા રાજાને શાકાતુર થયા જાણી ધર્મની હાનિ થતી દેખીને ગુરૂ પણ ધ્રુવસેન રાજા પાસે ગયા; રાજાને કહ્યું કે હે રાજન્ ! તમા શાકાક્રાંત થયા જાણીને નગરનાં લેાક પણ સર્વ શેાકાક્રાંત થયાં છે. તે માટે શરીર ધનાર્દિક સર્વ અનિત્ય છે, આયુષ્ય ચંચલ છે, સ`સાર અસાર છે અને તમારા સરખા જાણુનારા તા કેાઈ વિરલાજ છે, માટે શ્રી જિનધર્મ માંહે ઘણુંા શેક કરવા અયુક્ત કહ્યો છે. હવે તમે ધર્મશાલામાંહે આવે તે નવમા પૂર્વ માંહેલા આઠમા અધ્યયનથી કલ્પસૂત્ર નામે સમુદ્રમધ્યે'થી શ્રીભદ્રખાડુ સ્વામીયેં કાઢયું તે કલ્પસૂત્ર મહામાંગલિક, પ્રાચીન કર્મના ક્ષયનું કરનાર છે, તે વાંચીયે.... તે વાત રાજાયે અંગીકાર કરીને સભા સહિત રાજા ધર્મશાલા માંહે આવ્યા. તેવારે નવ વાંચનાર્યે કરી પ્રભાવનાયે કરી કલ્પસૂત્ર ગુરૂયે વાંચ્યું. તે દિવસથી સર્વ લેાક સમક્ષ ૫સૂત્ર વાંચવાની પ્રવૃત્તિ થઇ. તેમાટે ગુરૂની પર પરાયે કરી અમે પણુ વાંચીયે હૈયે. એના વાંચવાથકી સાધુ, સાધવી,
૧૮