Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૧૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
मधुमासें न फूले, जो केरडा तरु एक ॥ तिहां जलद वसंतनो, वांक किश्यो कहो छेक ॥ तरु फलिओ फल नवी, वामन पामे घूक ॥ देखे नवी उग्यो, तेजवंत रविमुत्त ॥७॥
અર્થ–મધુમાસ જે વસંતઋતુ, તેમણે બીજા સર્વ વૃક્ષ ફલે, પણ એક કેરડાને વૃક્ષ ફેલે નહીં, તો તિહાં કહો કે વરસાદને અથવા વસંત ઋતુને કિશો દોષ છે? પંડિત પુરૂષો કહે છે કે એતો એ વૃક્ષને જ એ સ્વભાવ છે, પરંતુ બીજા કોઈને એમાં દોષ નથી. વલી પણ દષ્ટાંત કહે છે કે જેમ આંબાને વૃક્ષ, ફર્લો કરી ફરી ફાલ્ય ફૂલ્યો દેખાય છે, તેને જોઈને એક વામન પુરૂષને મનમાં તે આંબાને ખાવાનો ભાવ ઘણે થયો, તેથી ફલ લેવાને ઘણે ઉદ્યમ કર્યો, પણ ફલ મલ્યું નહીં, તે તેમાં કઈને વાંક નથી, તેમ મહારે મનઈચ્છારૂપ આ ઘણાએ ફો, પણ મહારે હાર્થે આવ્યું નહીં. વલી જેમ તેજવંત સૂર્ય ઉગેથકે આખા જગતમાં સર્વત્ર પ્રકાશ કરે છે, પણ ઘૂક જે ઘૂડ તેને બાલક સૂર્યનું બિંબ દેખી શકતા નથી, ઉલટે તેને અંધકારને જ ભાસ થઈ જાય છે, તે તેમાં સૂર્યને શો વાંક છે? તે ધૂડને પોતાને જ એવો સ્વભાવ જણાય છે, તેમ મહારા પણ પૂર્વકૃત કર્મના બä કરી એજ સ્વભાવ જણાય છે, જે મને આવા ઉત્તમ પ્રકારના ગર્ભની પ્રાપ્તિ થઈ નહીં. તો હવે મહારા ગર્ભનં કુશલ નથી, તેવારેં મહારૂં જીવિતવ્ય શ્યા કામનું ? છો