Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
છેલ્લે ઉત્કૃષ્ટ ઉપસ
૧૯૫
ભગવતના કાનમાં ખીલા બેસાડયા. જેમ કેાઇ દ્વેષે નહીં તેમ જેનાં તીર થાય છે એવા શરક્ટ વૃક્ષના અગ્ર કાપીને કાનમાં.. ઢાકયા. તેથી ભગવતને મહાવેઢના પ્રાપ્ત થઈ. પછી ભગવત તિહાંથી વિહાર કરતા મધ્યમ અપાપાયે સિદ્ધાર્થ વણિકના ઘરે ગાચરીયે પધાર્યાં. તેણે પ્રભુના કાનનું સ્વરૂપ જાણી ખરક વૈદ્ય માર્ગાનુસારી હતા તેને સમાચાર કથા. પછી તે વણિક તથા વૈદ્ય એહુ પ્રભુની પછવાડે સપરિવારે ખીલા કાઢવા આવ્યા. તિહાં એક ખીલી આમલી વૃક્ષે રેશમની દેરિયે કરી બાંધી. એક હાથમાં સાસી ખેંચીને બુદ્ધિપ્રપચે કરી ખીલા કાઢયા. તે વખત વલી ભગવંતને પરમ વેદના થઈ. તેથી અરડાટ મૂકયેા. વનમાંહે ઘેારાકાર ભયંકર શબ્દ થયા, પાહાડ ફાટા. પછી પ્રભુ મૂર્છા પામી ધરતીયે પડયા, એવી પીડા થઇ. તેને એ પુરૂષ ઉપાડી બેઠા કીધા. પછી ત્રણુ સરેહિણી ઔષધિયે કરી કાનને વિષે થતી પીડાની સમાધિ કીધી. તિહાં ખાંભણવાડ તીર્થ થયા. ગાવાલીએ મરી સાતમી નરકે ગયા. સિદ્ધાર્થ વણિક તથા ખરક વૈદ્ય એ એ સ્વર્ગ ગયા. એમ ભગવતને પ્રથમ ઉપસર્ગ પણ ગાવાલિયે કર્યાં, અને છેલે ઉપસર્ગ પણ ગાવાલિયે કર્યાં. ભગવંતને જઘન્ય ઉપસર્ગ તા સીત પરિસહુના બ્ય તરિયેં કર્યાં. મધ્યમ ઉપસર્ગ સંગમ દેવ તાયે કર્યાં. તથા ઉત્કૃષ્ટ ઉપસર્ગ કાનમાંથી ખોલા કાઢવાના થયા. એ રીતે ભગવતે ખાર વર્ષ પર્યંત કાયા વાસરવિ. તેમાં એ ઘડી માત્ર નિદ્રા આવી. પહેલા શ્રીઋષભદેવ તીર્થ કરને એક વર્ષ પ ત ભિક્ષા ન મલી ! ખીજા મધ્યમ ખાવીશ તીર્થંકરને થાડા ઉપસર્ગ થયા અને છેલ્લા શ્રીવીર પ્રભુને ઘણા ઉપસર્ગ સહન કરવા પડયા છે !! ૧૮ ॥ ઇતિ ઉપસર્ગ સંબંધ સંપૂર્ણ