Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
રાજિમતીને વિલાપ.
૨૫૭
વાઘે જાલ્યો ન જાય તિહાં જાયરે જાય યાદવ રાય. એવી વાર્તા સાંભલી રાજીમતી ધરણી ઢલી. પછી ક્ષણ એકે સચેતન થઈ મુખ થકી બોલી કે, હૈ હિ હે પ્રભુ? તમેં હર્ષસ્થાનકે એ વિષવાદ ઉપજાવે? એમ કહેતી હાર ત્રેડતી, વલય મેડતી, આભરણુ ભાંજતી, વસ્ત્ર માંજતી, કિંકણ કલાપ છોડતી, મસ્તક ફેડતી, કુંતલકલાપ રેલતી, ભૂમિ લેતી, સાંજન વાષ્યજાઁ ભૂમિસીંચતી, સખીજન અપમાનતી, જેમ છેડા પાણીમાંહે માછલી તલવલે તેમ વિકલથાતી, વિરહમાતી:ક્ષણે રેવે, ક્ષણે જોવે, ક્ષણે આકંદ કરે, ક્ષણે નીસાસ ભરે, ક્ષણે મુઝે, ક્ષણે બૂઝે, ક્ષણે યુજે, ક્ષણે ન સૂજે, વલી અનેક ઓલંભા પૂર્વક વચન કહે. હા યાદવકુલદિન કર, હા કરૂણાસાગર, હે શરણાગતવચ્છલ, હું અબલાને એમ એકલી મૂકવી તુજને ન ઘટે. જે સર્વ જગ જીવની દયા પાલે છે તો મુજ ઉપર કાં દયા ન આણ? માટે અરે નિટુર હૈયા ! નિલે જ પ્રભુ મૂકી ગયા તો હવે તું શતપડ કાં નથી થાત ? હવે તું
શ્ય લાહો લઈશ? એવા રામતીના વિલાપ સાંભલી સખી વર્ગ, સજજનવર્ગ, માતાપિતાદિક કહેવા લાગી કે એ નિસ્પૃહિ. શું યે રાગ કરવો? હવે અન્ય ઉત્તમ વર વરે. તેવારે રાજીમતી બોલી, એ વચન સાંભળવા એગ્ય નહિં. મહારે તે શ્રીનેમિનાથના ચરણનું શરણ છે, એ પ્રભુજીયે મારે હાથ ન સાહ, પણ એને હાથ માથે મૂકાવીશ. એ પ્રભુને નામે હું સૌભાગ્યવતી છું. એમ કહી રાજીમતી ભગવંત પાશે આવોને બેલી કે, હે મહારાજ ! તમે મને છેડી પણ હું નહીં છોડું. તેવારે ભગવાન બોલ્યા કે, મને કેવલ નથી ઉપને ત્યાં સુધી
૧૭